કોલકાતા: બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કૂચ બિહારની ઘટના પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીના ઉક્સાવવાના કારણે આ દુ:ખદ ઘટના ઘટી. ગૃહમંત્રીએ કહ્યું કે સુરક્ષાદળોના હથિયાર છીનવવાની કોશિશ કરાઈ.
પશ્ચિમ બંગાળ (West Bengal) ના નાદિયામાં રવિવારે ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે (Amit Shah) કહ્યું કે, 'આજે કદાચ જ શાંતિપુરના ઘરમાં કોઈ વ્યક્તિ રોકાયું હોય. આજે સમગ્ર શાંતિપુર રસ્તાઓ પર હતું. બંગાળમાં 2જી મેના રોજ કમળ ખીલશે. ગઈ કાલે એક બૂથ પર દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી. લોકોએ જવાનોના હથિયારો છીનવવાની કોશિશ કરી. પોતાના બચાવમાં જવાનોએ ગોળી ચલાવવી પડી. આ અગાઉ આનંદ બર્મનનું મોત થયું. તેનું દુ:ખ તો દીદીને ન થયું પરંતુ કૂચ બિહારમાં ચાર લોકોના મોત પર તરત જ નિવેદન આપ્યું.'
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે આનંદ બર્મન તેમની વોટ બેન્કનો ભાગ નહતો. આથી દીદીએ તેમના માટે કોઈ શબ્દ કહ્યો નહી. આ સીટ પર થોડા દિવસ પહેલા દીદીએ જણાવ્યું હતું કે જો CAPF વાળા આવે તો તેમને ઘેરી લેજો. શું તમે તેમને ઉશ્કેર્યા નહતા? હું માનું છું કે દીદી પાસે હજુ પણ સમય છે. ઘટનામાં માર્યા ગયેલા તે પાંચમા વ્યક્તિને પણ શ્રદ્ધાંજલિ આપે. ચૂંટણી દરમિયાન ભાજપના પાંચથી વધુ કાર્યકરોને પણ મારવામાં આવ્યા પરંતુ દીદી તેમના માટે કશું બોલ્યા નહીં. શાં માટે?
રૂપાળી છોકરીને જોઈને લાળ પાડતા, આંખ મારતા, હવામાં ચુંબન ફેંકતા લોકો સાવધાન...જશો જેલમાં!
Tika Utsav: PM મોદીએ કહ્યું- કોરોના વિરુદ્ધ બીજી મોટી જંગની શરૂઆત, આ 4 વાત ખાસ રાખો યાદ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે