Home> India
Advertisement
Prev
Next

દાઉદના ભાઈનો જમણો હાથ પકડાયો, ખંડણીના ધંધાનો હતો બેતાજ બાદશાહ

પકડાયેલો લતીફ સઈદ દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમના ઈશારે ખંડણીનો ધંધો કરતો હતો, તેની કેરળના કન્નુર એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે અને 16 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયો છે 
 

દાઉદના ભાઈનો જમણો હાથ પકડાયો, ખંડણીના ધંધાનો હતો બેતાજ બાદશાહ

મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમનો જમણો હાથ કહેવાતો લતીફ સઈદ પકડાઈ ગયો છે. પોલીસના અનુસાર પકડાયેલો લતીફ સઈદ દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમના ઈશારે ખંડણીનો ધંધો કરતો હતો, તેની કેરળના કન્નુર એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે અને 16 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયો છે.

fallbacks

આરોપ છે કે, લતીફ હવાલાનું કામ પણ જોતો હતો. લતીફ પાસે બે ભારતીય પાસપોર્ટ મળી આવ્યા છે, જેના પર તે દુબઈ આવતો જતો હતો. ભારતમાં અનીસ ઈબ્રાહિમના ચાલી રહેલા અન્ય ધંધાઓ અંગે માહિતી મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચ કામ કરી રહી છે. 

VIDEO : ઘરમાં ઘુસેલા લુટારૂઓને વૃદ્ધ દંપતિએ ભણાવ્યો પાઠ, મારી-મારીને ભગાડ્યા

છોટા શકીલ અને દાઉદના સંબંધો બગડ્યા
બે વર્ષ અગાઉ સમાચાર આવ્યા હતા કે, દાઉદ ઈબ્રાહિમને તેના જુના અને વિશ્વસનિય સાથીદાર છોટા શકીલ સાથે અણબનાવ થઈ ગયો છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર છોટા શકી, જે અત્યાર સુધી દાઉદ સાથે પાકિસ્તાનના કરાચીમાં છુપાઈને રહેતો હતો, તે હવે ત્યાંથી કોઈ અજ્ઞાત સ્થળે જતો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 1980માં મુંબઈ હુમલા પછી બંને ભારત છોડીને ફરાર થઈ ગયા હતા. 

દાઉદ અને શકીલ વચ્ચે થયેલી લડાઈનું મુખ્ય કારણ દાઉદનો નાનો ભાઈ અનીસ મનાય છે. શકીલ અને અનીસ વચ્ચે ગેંગના કામ અંગે વારંવાર ઝઘડા થતા રહેતા હતા. 

દેશ-વિદેશના સમાચાર માટે જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More