જાવેદ સૈયદ/અમદાવાદ: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આતંકી હુમલાની આશંકાને લઇને આઇબી દ્વારા રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો દ્રારા રાજ્ય અને દેશના મહત્વના શહેરોમાં હુમલો કરવામાં આવી શકે છે.
આઇબીના એલર્ટને અનુલક્ષીને ગુજરાતમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ત્યારે શહેરના પોલીસ અધિકારીઓને હથિયાર સાથે રાખવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. સ્ટેટ આઇબી સહિત અન્ય રાજ્યોની આઇબી વિભાગને એલર્ટ રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
કોઇ પણ જગ્યાએ અનિચ્છનીય પ્રવૃતિની જાણ થાય તરત કાર્યવાહી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આઇબી સાથે પોલીસે પણ બાતમીદારોને એલર્ટ આપી દેવામાં આવ્યા છે. પોલીસ સહિત અન્ય બ્રાન્ચોને પણ એલર્ટ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. શ્રાવણ માસમાં આવી રહેલા તહેવારોને અનુલક્ષીને ધાર્મિક સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે