નાગપુરઃ પતંજલિ દ્વારા મિહાન, નાગપુરમાં સ્થાપિત સંતરા પ્રોસેસિંગના એશિયાના સૌથી મોટા પ્લાન્ટ પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું વિધિવત ઉદ્ઘાટન રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરવામાં આવ્યું છે.
હિંદવી સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપતા, મહારાષ્ટ્રના માનનીય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન નીતિન ગડકરી, સ્વામી રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજીનું રાજ્યમાં પતંજલિની સેવાઓનું વિસ્તરણ કરવાનું સ્વપ્ન હવે ભવ્ય રીતે સાકાર થઈ રહ્યું છે. તેની સ્થાપનામાં અનેક વિઘ્નો અને અડચણો આવી પરંતુ સ્વામીજીએ સંકલ્પ કર્યો હતો કે ગમે તેટલી અડચણો આવે પણ તેઓ આ સંકલ્પને પૂરો કરતા રહેશે અને આજે તે સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. પતંજલિનો ઉદ્દેશ્ય અહીંના ખેડૂતોની સમૃદ્ધિ છે.
વર્ગીકરણ અને ગ્રેડિંગ પણ અહીં કરવામાં આવશે
તેમણે કહ્યું કે આચાર્ય સાથેની ચર્ચા મુજબ આ ફૂડ પાર્ક વિસ્તારના તમામ સંતરાનું કેન્દ્ર પણ બનશે. તેમનું વર્ગીકરણ અને ગ્રેડિંગ પણ અહીં કરવામાં આવશે, ખેડૂતોને કોલ્ડ સ્ટોર્સમાં નારંગી રાખવા માટે જગ્યા આપવામાં આવશે. ખેડૂતો ઇચ્છે ત્યાં સુધી કોલ્ડ સ્ટોરમાં નારંગી રાખી શકે છે અને જ્યારે ઇચ્છે ત્યારે વેચી શકે છે. તેમણે કહ્યું કે આ કેન્દ્ર સંતરા ઉત્પાદક ખેડૂતો માટે વરદાન સાબિત થશે. મહારાષ્ટ્ર સરકાર અને પતંજલિએ જે પણ ઠરાવો લીધા હતા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં પતંજલિ ફૂડ પાર્ક દ્વારા વિસ્તારના ખેડૂતો માટે વધુ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ખાતરી આપી કે પતંજલિના આ સેવા કાર્યમાં મહારાષ્ટ્ર સરકાર શક્ય તમામ મદદ કરશે.
ઉદ્ઘાટન પ્રસંગે નીતિન ગડકરીએ કહ્યુ કે હું સર્વપ્રધમ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનો આભાર માનીશ અને દેવેન્દ્ર ફડણવીસના આગ્રહ પર તેમણે નાગપુરમાં ફળોનું પ્રોસેસિંગ કરનાર ઉદ્યોગની શરૂઆત કરી છે. સ્વામી રામદેવે જે કાર્ય હાથમાં લીધું છે તે આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પતંજલી ફૂડ એન્ડ હર્બલ પાર્ક, મિહાનમાં સારી તકનીકને લઈને સ્વામીજીએ ખેડૂતોને રાહત તથા યુવાઓને રોજગાર આપવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમનો સહકાર અને ઉદાર અભિગમ સમાજમાં શોષિત પીડિતોના વિકાસનો માર્ગ મોકળો કરશે. ગડકરીએ કહ્યું કે વિદર્ભમાં 10 હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેનું મૂળ કારણ એ છે કે અહીંના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ નથી મળતા. આજે જ્યારે સ્વામી રામદેવજીએ અહીં ફૂડ પાર્ક સ્થાપવાનું નક્કી કર્યું ત્યારે અહીંના ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે.
દરરોજ 800 ટન સંતરાની માંગ રહેશે
પતંજલિએ નાના કદના નારંગીને ખરીદવાનો વિશ્વાસ આપ્યો છે જે 12 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 18 રૂપિયામાં વેચાતી હતી. દરરોજ 800 ટન સંતરાની માંગ રહેશે જેના માટે આપણે બધાએ સંતરાનું ઉત્પાદન વધારવાના પ્રયાસો કરવા પડશે. તેમણે કહ્યું કે અમારું એગ્રો વિઝન સંતરા, લીંબુ, મોસમી ફળો વગેરેનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તેના પર પણ કામ કરી રહ્યું છે. હાલમાં નાગપુરમાં એક એકરમાં 4-5 ટન સંતરાનું ઉત્પાદન થાય છે, અમારો ટાર્ગેટ તેને વધારીને 25 થી 30 ટન કરવાનો છે. મને વિશ્વાસ છે કે સરકારના પ્રયાસો અને પતંજલિના સંકલ્પના કારણે વિદર્ભના ખેડૂતો હવે આત્મહત્યા કરવા મજબૂર નહીં થાય.
નાગપુરમાં એશિયાનો સૌથી મોટો સંતરા પ્રોસેસિંગ પ્લાન્ટ
આ તકે સ્વામી રામદેવે જણાવ્યું કે નાગપુર દેશનું એક આદર્શ મહાનગર જ નહીં પરંતુ ધાર્મિક સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ઔદ્યોગિક, સુરક્ષા, સમૃદ્ધિ તથા વેલ્શ ક્રિએશનની દ્રષ્ટિએ એક અગ્રિમ સ્થાન છે. અહીં પર રાજનૈતિક દ્રષ્ટિએ બે-બે રાષ્ટ્રીય નેતૃત્વ, દિવ્ય ચરિત્રથી યુક્ત આદર્ષ વ્યક્તિત્વ દેવેન્દ્ર ફડણવીસ તથા નીતિન ગડકરી છે. સ્વામી રામદેવે કહ્યુ કે પતંજલિ દ્વારા નાગપુરમાં એશિયાનો સૌથી મોટો સંતરા પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે અને 500 કરોડના રોકાણની યોજના છે. આ પ્લાન્ટમાં દેશ-વિદેશના હાઈ ટેક્નોલોજીવાળા મશીનો લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સંતરાનો રસ સૌથી મોટો એન્ટી એજિંગ છે, તેને પીવાથી લોકો જલ્દી વૃદ્ધ થતા નથી. હાલમાં બજારમાં ઉપલબ્ધ નારંગી, માલ્ટા, જામફળ, મિશ્ર ફળોના રસ, સફરજન વગેરે જેવા ફળોના રસમાં 10 ટકા રસ, 40 ટકા ખાંડ અને બાકીનું પાણી હોય છે. હવે સમગ્ર દેશ અને વિશ્વને નાગપુરમાંથી 100 ટકા સંતરાનો રસ જંતુનાશકો, પ્રિઝર્વેટિવ્સ અને ખાંડ મુક્ત મળશે. આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા 800 ટન છે. તેનાથી ખેડૂતોની સમૃદ્ધિમાં પણ વધારો થશે. આ ઋષિ-કૃષિ ક્રાંતિની ઉદ્ઘોષ છે.
ટૂંક સમયમાં આ સ્થળનો ચહેરો બદલાઈ જશે
કાર્યક્રમમાં આચાર્ય બાલકૃષ્ણએ કહ્યુ કે પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કનું જે સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેમાં ત્રણ લોકોનું અભૂતપૂર્વ યોગદાન છે. આ કાર્યમાં બાબા રામદેવની દૂરદ્રષ્ટિ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું મહારાષ્ટ્રને લઈને સંવેદના તથા કાર્ય કરવાની ભાવના અને નીતિન ગડકરીની વિદર્ભના ખેડૂતો માટે રહેલી ઝંખના છે. સ્વામીજી અને પતંજલિનું સ્વપ્ન સ્વદેશી દ્વારા આપ સૌને શક્તિશાળી, આત્મનિર્ભર બનાવવાનું છે. જ્યારે કોઈ યોગી, ઋષિ, સંન્યાસી સમાજ માટે કાર્ય કરે છે, ત્યારે તે કેટલું મહાન કાર્ય કરી શકે છે. જ્યારે વિદર્ભની વાત આવે છે, ત્યારે એક લાચાર, નિરાશ, વિચલિત, આત્મહત્યા કરનાર ખેડૂતની છબી જોવા મળે છે. નાગપુરના આ ઓરેન્જ પ્રોસેસ યુનિટની સ્થાપના આ અભાવ, ગરીબી અને દુઃખ દૂર કરવાના સંકલ્પ સાથે કરવામાં આવી છે. જે છબી અને ચરિત્ર અહીંના ખેડૂતો માટે અભિશાપ બની ગયું હતું તેને બદલવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમે માનીએ છીએ કે ટૂંક સમયમાં આ સ્થળનો ચહેરો બદલાઈ જશે.
ધારાસભ્ય આશીષ દેશમુખે કહ્યુ કે અમે ધન્ય છીએ કે સંતરા માટે સંત નાગપુર પધાર્યા છે. નાગપુરમાં સંતરા પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત થવાથી સંતરાના ખેડૂતો આજે સુખદ અનુભવ કરી રહ્યાં છે. આવનારા દિવસોમાં ચોક્કસ વિદર્ભમાં સંતરાના ખેડૂતો આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધશે. તેમણે કહ્યું કે ખેડૂતોનો સ્વામીજીને આગ્રહ છે કે મંડી તથા વચેટિયાઓની દલાલી બંધ થઈ જાય જેનાથી ખેડૂતો ખુશ થઈ શકે. વિદર્ભના ખેડૂતોને પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક આશાના કિરણના રૂપમાં દેખાઈ રહ્યું છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય આશીષ જસવાલ, નાગપુર તથા અમરાવતીના મહેસૂલ અને પાલક મંત્રી ચંદ્રશેખર બાવનકુલે, રાષ્ટ્રીય સહ-સંગઠન મંત્રી ભાજપ શિવ પ્રકાશ, પતંજલિ ફૂડ્સ લિ. ના એમડી રામભરત, એનપી સિંહ, સાધ્વી દેવપ્રિયા, અંશુલ બેન, પારૂલ બેન, સ્વામી પરમાર્થ દેવ, વિદર્ભ તથા મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોના ખેડૂતો તથા વિશેષ રૂપથી પતંજલિ મહિલા યોગ સમિતિની સાથે-સાથે પતંજલિ યોગપીઠના સંગઠનોના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે