Home> India
Advertisement
Prev
Next

આસામ બંધ: નાગરિકતા બિલના વિરોધમાં 40 સંગઠનોએ આવતીકાલે આપ્યું બંધનું એલાન

આસામ બંધના એલાન પર ગોગોઇએ કહ્યું કે, ‘ભાજપ સરકાર આસામની જાતી, માટી અને દીકરીની રક્ષાનું વચન આપી અહીંયા સત્તામાં આવી હતી

આસામ બંધ: નાગરિકતા બિલના વિરોધમાં 40 સંગઠનોએ આવતીકાલે આપ્યું બંધનું એલાન

ગુવાહાટી/નવી દિલ્હી: અલગ અલગ સ્થાનીક સમુદાયોથી સંબંધીત ઓછામાં ઓછા 40 સંગઠનોએ નાગરિકતા સંશોધન બિલ-2016નો વિરોધ કરવા માટે 23 ઓક્ટોબરે આસામ બંધનું એલાન કર્યું છે. ખેડૂતોની મુક્તિ સંગ્રામ સમિતિ (કેએમએસએસ)ના નેતા અખિલ ગોગોઇએ આ મામલે કહ્યું કે આસામ જાતિવાદી યુવા વિદ્યાર્થી પરિષદ (એજેવાઇસીપી) અને અન્ય 40 સંગઠનોએ બંધ માટે હાથ જોડાયા છે.

fallbacks

વાંચવા માટે ક્લિક કરો: નશામાં ધૂત અભિજીતની માતા મીરાએ ગળુ દબાવી કરી હત્યા, જાણો શું છે કારણ...

આસામ બંધના એલાન પર ગોગોઇએ કહ્યું કે, ‘ભાજપ સરકાર આસામની જાતી, માટી અને દીકરીની રક્ષાનું વચન આપી અહીંયા સત્તામાં આવી હતી. પરંતુ તેઓ તેમના વચનોથી ફરી ગયા અને સ્થાનીય સમુદાયોની સામે એક ષડયંત્ર બનાવી રહી છે.’ ગોગોઇએ કહ્યું કે ‘આસામની બીજેપી સરકાર બંધારણ સંશોધન બિલ દ્વારા હિન્દુ બંગાળીઓને નાગરિકાતા આપવા માંગે છે. મેઘાલયમાં કેબિનેટના બિલનો વિરોધ કરવાનો નિર્ણય પહેલાથી જ કરી લીધો છે. જ્યાં ભાજપ પણ સરકારનો ભાગ છે.’

fallbacks

અખિલ ગોગાઇ (ફોટો સાભાર Twitter)

તેમણે કહ્યું હતું કે, ‘અમે પૂરી તાકાત સાથે બિલનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. કેમકે તે આસામમાં સ્થાનીય સમુદાયોને પ્રભાવિત કરશે.’ ગોગોઇએ આસામ સરકાર પાસે હિન્દુ બંગાળીઓના એક સંગઠન દ્વારા નાગરિકાતા બિલના સમર્થનમાં 17 નવેમ્બરના રોજ આયોજીત એક સમ્મેલનને રોકવાની માંગ પણ કરી છે.

વાંચવા માટે ક્લિક કરો: રેપ કેસ: દાતી મહારાજને મળી રાહત, SC એ હાઇકોર્ટ જવા કર્યો નિર્દેશ

તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો હિન્દુ બંગાળીઓને સમ્મેલનાનું આયોજન કરવાની પરવાનગી આપી તો તેનું ગંભર પરિણામ આવશે. તેમણે કહ્યું કે ‘હિન્દુ બંગાળી સંગઠનોને આરએસએસનું સમર્થન પ્રાપ્ત છે અને તેઓ આસામમાં કાયદા-વ્યવસ્થાની સમસ્યા ઉભી કરવા માંગે છે. અમે સરકાર પાસે આ સમ્મેલનને રોકવાની માંગ કરીએ છે.’

દેશના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More