રાયબરેલી : યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં એકવાર ફરીથી પોસ્ટરની રાજનીતિ જોવા મળી રહી છે. આ વખતે અહીં લગાવાવમાં આવેલ પોસ્ટરમાં સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધીને નિશાન બનાવવામાં આવી છે. જિલ્લામાં લગાવાયેલ પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને ઈમોશનલ બ્લેકમેલર બતાવવામાં આવી છે. સાથે જ તેને મિસિંગ પણ બતાવાઈ છે.
સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્રમાં તેમની ઈલેક્શન કામગીરી તથા પાર્ટીની ગતિવિધિઓનું ધ્યાન પ્રિયંકા ગાંધી જ રાખે છે. હાલમાં જ અરુણ જેટલીએ પોતાના રૂપિયા રાયબરેલીમાં ખર્ચ કરવાનો નિર્ણય લીધો હતો. હવે વિપક્ષે પ્રિયંકા ગાંધીને ઘેરવા માટે ઠેર-ઠેર પોસ્ટર્સ લગાવ્યા છે. સાથે જ લોકોએ કેટલાક પેમ્પ્લેટ્સ પણ ડિસ્ટ્રીબ્યુટ કર્યાં છે.
આ પોસ્ટર રાયબરેલીમાં ત્રિપુલા ચોકતી લઈને હરદાસપુર સુધી અને શહેરમાં અનેક જગ્યાઓએ લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં મેડમ પ્રિયંકા વાડ્રા મિસિંગ છે તેવું લખ્યું છે. પોસ્ટરમાં હરચંપુર રેલ ઘટના, ઊંચાહાર દુર્ઘટના, રાલપુર અકસ્માતમાં પ્રિયંકા ગાંધીના ન આપવા પર પ્રહાર કરીને લખવામાં આવ્યું છે કે, નવરાત્રિ, દશેરા, દુર્ગા પૂજામાં તો ન દેખાયા, તો હવે શું ઈદમાં દેખાશો મેડમ?
આ મહિનાની દસ તારીખે ફરક્કા એક્સપ્રેસ હરચંદપુરમાં પાટા પરથી ખરી પડી હતી. તેમાં સાત લોકોના મોત થયા હતા. અંદાજે 42 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના ત્રીજા દિવસે ઉંચાહારમાં મુંડન સંસ્કાર કરાવીને પરત ફરી રહેલા પરિવાર સાથે અકસ્માત થયો હતો. જેમાં આઠ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત યુવકોનું ડૂબીને મોત થયું હતું. આ ત્રણેય ઘટનાઓને સંદર્ભે પોસ્ટરમાં એવું કહેવાયું છે કે, આ દર્દભર્યો અવાજ પ્રિયંકા વાડ્રા સુધી કેમ નથી પહોંચ્યો.
પ્રિયંકા ગાંધીના આ પ્રકારના પોસ્ટરથી રાયબરેલીની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે અને ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. હાલ આ મામલે કોઈ કોંગ્રેસી નેતાનું નિવેદન સામે નથી આપ્યું, ન તો કોઈ વિપક્ષી દળે પ્રતિક્રિયા આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે