Class 11th Exam 2025 canceled : રાજ્ય શિક્ષણ બોર્ડે ઉચ્ચતર માધ્યમિકની ધોરણ 11ની પરીક્ષા રદ કરી છે અને પરીક્ષાઓ રદ કરવા પાછળનું કારણ પંચાયત ચૂંટણી છે. શિક્ષણ મંત્રીએ શુક્રવારે, 5 એપ્રિલે મીડિયામાં પરીક્ષાના સમયપત્રકને રદ કરવા અંગેની માહિતી જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બોર્ડના નિર્ણય મુજબ માર્ચ 2025ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 2026માં HSની ફાઈનલ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.
આ રાજ્યમાં 11મા ધોરણના વિદ્યાર્થીઓ સીધા 12મા ધોરણની પરીક્ષા આપશે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ પોસ્ટમાં આસામના શિક્ષણ મંત્રી રનોજ પેગુએ જણાવ્યું હતું કે, પંચાયતની ચૂંટણી પ્રક્રિયા 20 મે, 2025 સુધી ચાલુ રહેશે અને શિક્ષકો ચૂંટણીની ફરજોમાં રોકાયેલા છે, તે જોતાં બોર્ડે વર્ષ 2025ની 11મા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડના નિર્ણય મુજબ, માર્ચ 2025ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 2026ની 12મા ધોરણની બોર્ડની ફાઇનલ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.
સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, એક સાથે આવશે આટલી રકમ, ક્યારે કેટલા મળશે પૈસા
આસામ શિક્ષણ બોર્ડે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું
આસામ એજ્યુકેશન બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પંચાયત ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, તે સ્પષ્ટ છે કે રાજ્યના શિક્ષકો ચૂંટણીઓની તૈયારી, મતદાન/ગણતરી કર્મચારીઓની તાલીમ, ચૂંટણીઓનું સંચાલન અને મત ગણતરી વગેરેમાં રોકાયેલા રહેશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સમયપત્રક મુજબ, ચૂંટણી પ્રક્રિયા 20 મે 2020 સુધી ચાલુ રહી શકે છે.
આ સંજોગોમાં, સંસ્થાઓ માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં પરીક્ષાઓ આયોજિત કરવી ખૂબ જ મુશ્કેલ હશે અને ચૂંટણી પ્રક્રિયા પછી બાકીની પરીક્ષાઓ આયોજિત કરવામાં ઘણું મોડું થઈ જશે. તેથી, બોર્ડે HS પ્રથમ વર્ષની પરીક્ષા, 2025ના બાકીના વિષયોની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.
સત્તાવાર નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું. આસામ રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં પંચાયત ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે, જે 27 જિલ્લામાં બે તબક્કામાં યોજાશે. મીડિયા સાથે વાત કરતા રાજ્યના ચૂંટણી કમિશનર આલોક કુમારે જણાવ્યું હતું કે 14 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન 2 મેના રોજ થશે, જ્યારે બાકીના 13 જિલ્લાઓમાં બીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. બંને તબક્કાની મતગણતરી 11 મેના રોજ થશે.
આસામમાં કેટલા મતદારો છે ?
આસામ પંચાયત ચૂંટણી 2025 માટે રાજ્યમાં કુલ 1.90 કરોડ મતદારો મતદાન કરશે. જેમાં પુરૂષ મતદારો 90.71 લાખ, મહિલા મતદારો 89.65 લાખ અને અન્ય મતદારો 408 છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે