ડાયાબિટીસ એક એવી બીમારી છે જે એકવાર થઈ જાય તો તેને રિવર્સ કરવી મુશ્કેલ છે. જો કે એવું જરાય નથી કે ડાયાબિટીસવાળા હેલ્ધી લાઈફ જીવી શકતા નથી. ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલ કરીને એક નોન ડાયાબિટીકની જેમ જીવનની મજા માણી શકાય છે.
જો તમે દવા કે ઈન્શ્યુલિન પર હોવ અને ટાઈપ-2 ડાયાબિટીસ બેકાબૂ રહે તો તમારા માટે આજે એક એવી રેમેડી ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ જણાવે છે કે જે તમને ફાયદો કરાવી શકે છે. તેમના જણાવ્યા મુજબ આ રેમેડીથી ફક્ત 45 મિનિટમાં તમારા વધેલી શુગર ડાઉન થઈ શકે છે.
ડાયાબિટીસના વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ જો કોઈ વ્યક્તિ ફક્ત એક વસ્તુ પર ટકે તો ડાયાબિટીસ જેવી બીમારીને પણ દૂર કરી શકાય છે. ડીએનએ હિન્દીના રિપોર્ટમાં ડાયાબિટીસના રોગ વિશેષજ્ઞ ડો. આતિશ આનંદને ટાંકીને જણાવ્યું છે કે બધાએ દરરોજ 10,000 પગલાં જરૂર ચાલવું જોઈએ. જો તમે 10,000 પગલાં ચાલો તો તમને ક્યારેય ડાયાબિટીસ થશે નહીં એ મારી ગેરંટી છે. જો તમે કઈ પણ ગળ્યું ખાઈ લો તો પણ ટેન્શન ન લો બસ ચાલતા રહો.
10,000 પગલાં ચાલો અને શુગર ઘટશે
ડોક્ટર કહે છે કે તમારે કશું પણ કરવાની જરૂર નથી. ફક્ત 10,000 પગલાં એટલે કે લગભગ 45 મિનિટ ફાસ્ટ ચાલો એ પૂરતું છે. તેનાથી વધુ કશું જરૂરી નથી. મોટભાગે જોવા મળે છે કે કેટલાક લોકો એક કલાક કે એટલે સુધી કે બે કલાક સુધી ચાલે છે અને તેમને લાગે છે કે તેનાથી શુગર લેવલ કાબૂમાં લેવામાં મદદ મળશે. પરંતુ એવું નથી. આવા સમયમાં તમે લાભના સ્થાને હાનિ જ કરશો.
વધુ પડતું ચાલવું પણ નુકસાનાકારક થઈ શકે
વાસ્તવમાં જો તમે વધુ પડતું પગપાળા ચાલવાનું શરૂ કરશો તો તેનાથી તમારું શુગલ લેવલ વધુ ઘટી જશે. જો તમે તમારું શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માંગતા હોવ, ન વધારે કે ન ઓછું. જો તમે તમારા શરીરમાં ગયેલી વધારાની કેલેરી બાળશો જેમાં સારી ફેટ પણ સામેલ છે, તો તે તમારા શરીર માટે સારું નહીં રહે. આથી જો તમે નિયમિત રીતે 45 મિનિટ પગપાળા ચાલો તો તે તમારા માટે પૂરતું છે.
ડાયાબિટીસનો રોગ હંમેશા રહેશે કંટ્રોલ
જો તમે આ સમર્પણ સાથે કરો તો એટલે કે રોજના 10,000 પગલાં ચાલો તો ડાયાબિટીસ કંટ્રોલ કરવો સરળ રહેશે. જો તમે કઈ પણ ગળ્યું ખાઓ પછી ભલે તે ચોખા કેમ ન હોય તો પણ વાંધો ન આવે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે સંજોગો ગમે તે હોય, દરરોજ માત્ર થોડા જ પગલાં ભરવાના હોય છે. આને અપનાવવાથી તમે આશ્ચર્યજનક પરિણામો જોશો.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ ફક્ત તમને જાણકારી આપવા માટે લખવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે