Home> India
Advertisement
Prev
Next

પત્નીના પરપુરુષ સાથે હતા સંબંધો! છૂટાછેડા થતાં પતિએ ખુશ થઈ 40 લીટર દૂધથી કર્યું સ્નાન, VIDEO

Assam Video: પત્નીના વારંવાર ભાગી જવાથી કંટાળી ગયેલા આસામના માણિક અલીને આખરે છૂટાછેડા મળી ગયા છે. પત્નીથી છૂટાછેડા મળવાની ખુશીમાં તેણે 40 લિટર દૂધથી સ્નાન કરીને સ્વતંત્રતાની ઉજવણી કરી. દૂધથી સ્નાન કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પત્નીના પરપુરુષ સાથે હતા સંબંધો! છૂટાછેડા થતાં પતિએ ખુશ થઈ 40 લીટર દૂધથી કર્યું સ્નાન, VIDEO

પત્ની સાથે છૂટાછેડા થતાં પતિએ ખુશ થઈને દૂધથી કર્યું સ્નાન. જરા વિચારો...પોતાની પત્નીથી કેટલો કંટાળી ગયો હશે આ પીડિત પતિ કે તેને છૂટાછેડા મળતાં જ તે 40 લીટર દૂધ ખરીદીને લાવ્યો અને પોતાની ખુશી વ્યક્ત કરવા માટે તેણે દૂધથી સ્નાન કર્યું. કાયકાદીય રીતે તેના વકીલે પત્નીથી છૂટાછેડા અપાવતાં આ યુવકે કહ્યું કે તે આજે ખરા અર્થમાં આઝાદ થયો હોય તેવું અનુભવી રહ્યો છે. 

fallbacks

અસમના નલબાડી જિલ્લાના બલિયા પારા ગામનો આ બનાવ છે. આ ગામના યુવકની પત્ની વારંવાર તેના પ્રેમી સાથે ભાગી જતી હતી અને યુવકની જિંદગી ધૂળધાણી થઈ ગઈ હતી. જે બાદ તેણે વકીલ મારફતે છૂટાછેડાની અરજી કરી હતી. જે કેસ ચાલી જતાં ફેમિલી કોર્ટે પત્નીથી છૂટાછેડા અપાવ્યા અને આ યુવકે પછી જે કારનામું કર્યું તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે. પત્નીએ છૂટાછેડા આપતાં ખુશ થઈને પતિએ જબરદસ્ત રીતે ઉજવણી કરી. એવી ઉજવણી કે ભાગ્યે જ કોઈ આ રીતે ઉજવણી કરવાનું વિચારી શકે. આ યુવકનું નામ માણિક અલી હોવાનું સામે આવ્યું છે. 

વાત જાણે એમ છે કે આસામના નલબારી જિલ્લામાં એક વ્યક્તિએ તેની પત્નીને છૂટાછેડા આપ્યા પછી દૂધમાં સ્નાન કરીને પોતાની સ્વતંત્રતાની ઉજવણી કરી. તેણે તેનો એક વીડિયો પણ રેકોર્ડ કર્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માણિક અલી નામનો એક વ્યક્તિ તેની પત્નીને છૂટાછેડા આપ્યા પછી ખૂબ જ ખુશ હતો. એવું કહેવાય છે કે તેની પત્ની લગ્નેત્તર સંબંધોને કારણે ભાગી જવાનો ઇતિહાસ ધરાવે છે. વીડિયોમાં અલીને કહેતા સાંભળી શકાય છે કે, હું આજથી મુક્ત છું. બોરોલિયાપારાના રહેવાસી અલીએ દાવો કર્યો હતો કે તેની પત્ની બે વાર ભાગી ગઈ હતી અને તેણે તેની સગીર પુત્રી ખાતર બંને વખત તેને પાછા આવવા માટે મનાવી હતી.

પરંતુ અનિશ્ચિતતામાં સાથે રહેવાને બદલે આ દંપતીએ છૂટાછેડાનો કાનૂની માર્ગ અપનાવ્યો, જેને થોડા દિવસો પહેલા મંજૂરી આપવામાં આવી હતી. છૂટાછેડાને સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા પછી અલીએ આ પ્રસંગને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું. તેણે ચાર ડોલમાં 40 લિટર દૂધ એકઠું કર્યું અને તેનાથી સ્નાન કર્યું. આ સમય દરમિયાન તે કહેતો રહ્યો, હું મુક્ત છું... હું મુક્ત છું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More