નવી દિલ્હીઃ ફ્રીજની મદદથી ન માત્ર ભોજનનો બગાળ ઓછો થાય છે. પરંતુ તે રસોઈમાં લાગતા સમય અને મહેનતની પણ બચત કરે છે. ફ્રીજનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભોજનને ફ્રેશ રાખનાર આ ફ્રીજ તમારા સ્વાસ્થ્યને પણ જોખમમાં મુકી શકે છે? હાં, આજે અમે તમને કેટલાક એવા ફૂડ્સ વિશે જણાવીશું, જેને ફ્રીજમાં રાખવાથી તે ઝેર બની શકે છે અને કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે.
લસણ
છોલેલા લસણને ફ્રીજમાં ન રાખવું જોઈએ. તેનાથી લસણમાં જલ્દી ફૂગ લાગવા લાગે છે, જેનાથી કેન્સરનો ખતરો રહે છે. આ સિવાય લસણને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ અને પોષક તત્વો ખતમ થઈ જાય છે. લસણને સ્ટોર કરવા માટે સારી સારી રીત તેને ફ્રીજની બહાર ઠંડી અને સૂકી જગ્યા પર રાખી શકો છો.
ડુંગળી
ડુંગળીને પણ ફ્રીજમાં ક્યારેય ન રાખવી જોઈએ, કારણ કે ઓછા તાપમાનથી ડુંગળીનો સ્ટાર્ચ સુગરમાં પરિવર્તિત થઈ જાય છે અને ફૂગ લાગે છે. તેથી ડુંગળીને હંમેશા ઠંડી, સૂકી અને અંધારાવાળી જગ્યા પર રાખવી જોઈએ.
આ પણ વાંચોઃ જિમ જવાનો સમય નથી, તો ઘર પર કરો આ કામ, જલ્દી ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી
આદુ
મોટા ભાગના લોકો આદુને તાજો રાખવા માટે ફ્રીજમાં સ્ટોર કરતા હોય છે. પરંતુ એક્સપર્ટ અનુસાર આમ કરવાથી આદુમાં ફૂગની સંભાવના વધી જાય છે, જે કિડની અને લીવરને નુકસાન પહોંચાડી શકે છે. તેથી આદુ ક્યારેય ફ્રિજમાં ન રાખવો જોઈએ.
ચોખા
24 કલાકથી વધુ સમય રાંધેલા ચોખાને ફ્રીજમાં રાખવાથી તે ઝેરી બની જાય છે. આ સિવાય તમે જ્યારે તેને ફરી ગરમ કરો છો તો જુઓ કે તે ભાત સારી રીતે ગરમ થયા છે કે નહીં.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે