Home> India
Advertisement
Prev
Next

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ  બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથિ ( Atal Bihari Vajpayee Death Anniversary) છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને પણ તેમને યાદ કર્યાં. પીએમ મોદીએ વીડિયો ટ્વિટ કરીને લખ્યું કે 'અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ, ભારત હંમેશા તેમની ઉત્કૃષ્ટ સેવા અને આપણા રાષ્ટ્રની પ્રગતિના પ્રયત્નોને યાદ રાખશે.' આ વીડિયો 1.49 સેકન્ડનો છે. 

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી ( Atal Bihari Vajpayee Death Anniversary)ની આજે બીજી પુણ્યતિથિ છે. ત્યારે દિલ્હી સ્થિત અટલ સમાધિ સ્મારક પર અટલ સમાધિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi), રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ, 2018ના રોજ અટલબિહારી વાજપેયીનું દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. 2015માં અટલજીને ભારતના સર્વોચ્ચ સમ્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વાજપેયીના નિધન બાદ દિલ્હીમાં તેમના નામ પર અટલ સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

fallbacks

પૂર્વ પ્રધાનમંત્રી અટલ  બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને પણ તેમને યાદ કર્યાં. પીએમ મોદીએ વીડિયો ટ્વિટ કરીને લખ્યું કે 'અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ, ભારત હંમેશા તેમની ઉત્કૃષ્ટ સેવા અને આપણા રાષ્ટ્રની પ્રગતિના પ્રયત્નોને યાદ રાખશે.' આ વીડિયો 1.49 સેકન્ડનો છે. 

પીએમ મોદીએ વીડિયોમાં કહ્યું કે આ દેશ અટલજીના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમના નેતૃત્વમાં પરમાણુ શક્તિમાં પણ દેશનું માથું ઊચું થયું. પાર્ટી નેતા હોય, સંસદ સભ્ય હોય કે પછી મંત્રી કે પ્રધાનમંત્રી હોય, અટલજીએ દરેક ભૂમિકામાં આદર્શ સ્થાપિત કર્યો છે. 

ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને અટલજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ભારતરત્ન શ્રદ્ધેય શ્રીઅટલ બિહારી વાજપેયીજી દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનો પ્રખર અવાજ હતાં. તેઓ એક રાષ્ટ્ર સમર્પિત રાજનેતા હોવાની સાથે સાથે કુશળ સંગઠક પણ હતાં, જેમણે ભાજપનો પાયો રાખીને તેના વિસ્તારમાં એક મહત્વની ભૂમિકા ભજવી અને કરોડો કાર્યકરોને દેશ સેવા માટે પ્રેરિત કર્યાં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More