નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે નિવૃત્તિ જાહેર કરી તેના પર નિવેદન આપ્યું છે. તેમણે ધોનીના ભરપૂર વખાણ કર્યાં. ધોની અને સુરેશ રૈનાએ એક જ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને પ્રશંસકોને ચોંકાવી દીધા. બંને દિગ્ગજ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી.
સૌરવ ગાંગુલીએ BCCI તરફથી એક નિવેદન બહાર પાડ્યું જેમાં કહ્યું કે 'આ એક યુગનો અંત છે. તેઓ ભારત અને વિશ્વ કપ ક્રિકેટ માટે શાનદાર ખેલાડી રહ્યાં. તેમની કેપ્ટનશીપની ક્ષમતા એકદમ અલગ હતી. જેની બરાબરી કરવી ખાસ કરીને નાના ફોર્મેટમાં ખુબ મુશ્કેલ રહેશે.'
તેમણે કહ્યું કે 'કારકિર્દીની શરૂઆતમાં વનડેમાં તેમની બેટિંગે દરેકને રોમાંચિત કર્યા. દરેક સારી ચીજનો અંત હોય છે અને તે એકદમ શાનદાર રહ્યો છે. તેમણે વિકેટકિપરોના આવવા અને દેશ માટે ઓળખ બનાવવા માટે માપદંડ નક્કી કર્યા છે. તેઓ મેદાન પર કોઈ પણ ખેદ વગર અલવિદા કહેશે. તેમના જેવી નેતૃત્વક્ષમતા મુશ્કેલથી મળે છે. તેમની એક શાનદાર કરિયર રહી. હું તેમને મારી શુભકામના પાઠવું છું.'
અત્રે જણાવવાનું કે ધોનીએ 2004માં વનડેમાં પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ તેઓ વિશ્વ ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન બન્યાં. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે વર્ષ 2007માં ટી20 વિશ્વકપમાં ટ્રોફી મેળવી હતી.
મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફમાં પત્ની સાક્ષી કરતાં વધુ મહત્વની આ બે છે વસ્તુ
તેના ચાર વર્ષ બાદ ધોનીએ 2011માં વિશ્વ કપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું. તેના બે વર્ષ બાદ તેમની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં આઈસીસી ટ્રોફી પણ જીતી. બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યું કે 'એમએસ ધોની આધુનિક યુગના મહાન ખેલાડીઓમાંથી એક છે. હું સમજુ છું કે આ એક વ્યક્તિગત નિર્ણય છે અને અમે તેમનું સન્માન કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની અસાધારણ કરિયર રહી છે.'
ધોનીની સાથે-સાથે સુરેશ રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા
તેમણે કહ્યું કે 'ધોનીની કેપ્ટનશીપ પ્રેરણાદાયક અને પ્રશંસનીય રહી છે. તેઓ ખેલમાં તે સમયથી અમીર બની રહ્યા હતાં જ્યારે તેઓ સામેલ થયા હતાં. હું તેમને આઈપીએલ અને તેમના ભવિષ્ય માટે મારી શુભકામના પાઠવું છું.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે