Home> India
Advertisement
Prev
Next

INS Vikrant Indian Navy Attack on Pakistan: જમીન-આકાશ બાદ હવે પાણીથી હુમલો, નેવીના INS વિક્રાંતે પાકિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી

INS Vikrant India Navy Attack on Pakistan : ભારતીય સેના જે પળની રાહ જોઈને બેઠી હતી તે સમય હવે શરૂ થઈ ગયો હોય તેવું જણાય છે. ઈન્ડિયન નેવીએ પાકિસ્તાન વિરુદ્ધ મોરચો ખોલતા અરબ સાગરથી અનેક ભાગોમાં હુમલા શરૂ કરી દીધા છે. 

INS Vikrant Indian Navy Attack on Pakistan: જમીન-આકાશ બાદ હવે પાણીથી હુમલો, નેવીના INS વિક્રાંતે પાકિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી

Indian Navy Attack on Pakistan: ભારતીય વાયુસેના બાદ નેવી પણ હવે મેદાનમાં આવી ગઈ છે. અરબ સાગરમાં તૈનાત INS વિક્રાંતે કરાચીને નિશાન બનાવ્યું અને ભારે તબાહી મચાવવાની શરૂ કરી દીધી. નેવીના હુમલાથી કરાચી પોર્ટ સહિત શહેરમાં ભારે આગ લાગી છે. 

fallbacks

કરાચી અને ઓરમારા પોર્ટ પર છોડી મિસાઈલો
રક્ષાસૂત્રોના જણાવ્યાં મુજબ INS વિક્રાંતથી પાકિસ્તાનના કરાચી અને ઓરમારા પોર્ટ પર અનેક મિસાઈલો છોડવામાં આવી છે. જેનાથી બંને પોર્ટ પર ભયંકર આગ લાગી છે. આ હુમલાથી બંને પોર્ટ શહેરોમાં ચારેબાજુ ધૂમાડો ફેલાયો છે. લોકો ગભરાહટમાં કાંઠા વિસ્તારો છોડીને અંદરની બાજુ ભાગી રહ્યા છે. 

INS વિક્રાંતે કરાચી પોર્ટ તબાહ કર્યો
રિપોર્ટ મુજબ કરાચી અને ઓરમારામાં પાકિસ્તાની નેવીના બેસ છે. જ્યાં તેમના મોટા અધિકારીઓના મુખ્યાલય, યુદ્ધ જહાજ અને સબમરીન તૈનાત રહે છે. આઈએનએસ વિક્રાંતે આ બંને નેવી બેસને બરબાદ કરીને પાકિસ્તાનની નેવીને મોટાભાગે પંગુ કરવામાં સફળતા મેળવી છે. હાલ ભારતીય નેવીનું ઓપરેશન ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More