Home> Sports
Advertisement
Prev
Next

IND-PAK તણાવ વચ્ચે સ્થગિત થઈ શકે છે IPL, BCCIએ બોલાવી છે ઈમરજન્સી મિટિંગ

BCCI Emergency Meeting on IPL 2025: IPL 2025ની પંજાબ અને દિલ્હી વચ્ચેની ચાલી રહેલી મેચ રદ કરવામાં આવી છે. ત્યારે હવે આખી આઈપીએલ ટુર્નામેન્ટ મુલતવી રાખી શકાય છે. બીસીસીઆઈ આ અંગે એક બેઠક કરી રહ્યું છે.

IND-PAK તણાવ વચ્ચે સ્થગિત થઈ શકે છે IPL, BCCIએ બોલાવી છે ઈમરજન્સી મિટિંગ

BCCI Emergency Meeting: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી શકે છે. બધા વિદેશી ખેલાડીઓને પાછા મોકલી શકાય છે. આ અંગે BCCI એ એક ઈમરજન્સી બેઠક બોલાવી છે. પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓને ધ્યાનમાં રાખીને પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચાલી રહેલી મેચ પણ મુલતવી રાખવામાં આવી છે.

fallbacks

ખેલાડીઓ માટે ચાલશે સ્પેશિયલ ટ્રેન
દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચ મુલતવી રાખ્યા બાદ BCCIએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને બ્રોડકાસ્ટ ક્રૂને આવતીકાલે શુક્રવાર 9 મેના રોજ ધર્મશાળાથી બહાર કાઢવામાં આવશે. BCCI IPL સાથે સંકળાયેલા આ બધા લોકો માટે ઉનાથી એક ખાસ ટ્રેન ચલાવી શકે છે. દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચ જોવા આવેલા લોકોને સ્ટેડિયમમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર BCCIનું કહેવું છે કે ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

ભારતની પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી, લાહોર-સિયાલકોટ અને ઇસ્લામાબાદ તાબડતોબ હુમલા

શું ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સ્થગિત થશે IPL?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે IPL 2025 પર નિર્ણય આવતીકાલે શુક્રવાર 9 મેના રોજ આવી શકે છે. BCCIએ IPL અંગે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓને કારણે IPL 2025 મુલતવી રાખવામાં આવી શકે છે.

ભારતે તબાહ કર્યા પાકિસ્તાનના 3 લડાકુ વિમાન, હુમલાનો નાપાક ઈરાદા નિષ્ફળ

પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ મુલતવી રાખવામાં આવી
આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચમાં ફક્ત 10.1 ઓવર જ રમાઈ શકી હતી. પંજાબની ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી. પંજાબે 10.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. આ મેચમાં PBKSના ઓપનિંગ બેટ્સમેન પ્રિયાંશ આર્યએ 34 બોલમાં 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે પ્રભસિમરન સિંહ 28 બોલમાં 50 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. પ્રિયાંશ આઉટ થયા બાદ પંજાબનો કેપ્ટન શ્રેયસ ઐયર મેદાન પર આવ્યો હતો. પરંતુ મેચની વચ્ચે અચાનક બધી લાઇટો બંધ કરી દેવામાં આવી અને સ્ટેડિયમમાં હાજર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More