Home> India
Advertisement
Prev
Next

બજારમાં આવશે નવી 10 અને 500 રૂપિયાની નોટ, હવે જૂની નોટોનું શું થશે? ખાસ જાણો

RBI તરફથી 10 અને 500 રૂપિયાની નવી નોટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત આ વખતે રેપોરેટમાં સતત બીજી વાર કાપ મૂકાય તેવી પણ આશા સેવાઈ રહી છે. જાણો વિગતો. 

બજારમાં આવશે નવી 10 અને 500 રૂપિયાની નોટ, હવે જૂની નોટોનું શું થશે? ખાસ જાણો

નવા આરબીઆઈ ગવર્નરની જવાબદારી સંભાળ્યા બાદ અનેક મહત્વની અપડેટ સામે આવી છે. ઈકોનોમીની હાલાત સુધરવા ઉપરાંત મોંઘવારી દરમાં પણ ઘટાડો થયો છે અને વ્યાજ દરના કાપનો સિલસિલો પણ શરૂ થયો છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં થનારી એમપીસી બેઠકમાં પણ રેપોરેટમાં કાપની આશા વ્યક્ત કરાઈ છે. હવે આરબીઆઈ તરફથી અપાયેલી અપડેટમાં કહેવાયું છે કે જલદી મહાત્મા ગાંધીની નવી સિરીઝમાં 10 રૂપિયા અને 50 રૂપિયાની નોટો બહાર પાડશે. નવી સિરીઝ પર ગવર્નર સંજય મલ્હોત્રાની સહી હશે. 

fallbacks

પહેલા બહાર પડેલી નોટનું શું
કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં કહ્યું કે આ નોટોની ડિઝાઈન મહાત્મા ગાંધી નવી સિરીઝના 10 અને 500 રૂપિયાની નોટ જેવી જ હશે. રિઝર્વ બેંકે પહેલા જેટલા પણ 10 રૂપિયાની નોટ બહાર પાડી છે તે બધી માન્ય ગણાશે. એ જ રીતે મહાત્મા ગાંધીની નવી સિરીઝમાં પહેલા બહાર પાડવામાં આવેલી 500 રૂપિયાની નોટો પણ માન્ય રહેશે. આ અગાઉ ગત મહિને જ આરબીઆઈએ ગવર્નર મલ્હોત્રાના હસ્તાક્ષરવાળા 100 અને 200 રૂપિયાની નોટ બહાર પાડવાની જાહેરાત કરી હતી. 

9 એપ્રિલે નીતિગત નિર્ણયો પર અપડેટ
રિઝર્વે બેંકની એમપીસી (MPC) ની બેઠક 7 એપ્રિલથી શરૂ થઈ રહી છે. 9 એપ્રિલના રોજ આરબીઆઈ ગવર્નર તરફથી નીતિગત ગરો પર લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરાશે. આ બેઠક હાલના નાણાકીય વર્ષની પહેલી બેઠક હશે. આથી તે ખુબ મહત્વ માનવામાં આવી રહી છે. જાણકારોનું માનવું છે કે આ બેઠકમાં એકવાર ફરીથી રેપોરેટમાં 0.25 ટકાનો કાપ થઈ શકે છે. 

જો આ વખતે પણ રેપોરેટમાં કાપ મૂકાયો તો આ સતત બીજીવાર એવું બનશે કે રેપોરેટ ઘટશે. હાલ તે 6.25 ટકાના સ્તરે છે. આ વખતે પણ તેમાં 25 બેસિસ પોઈન્ટનો કાપ મૂકાય તો તે ઘટીને 6 ટકા પર આવી જશે. આરબીઆઈના આ નિર્ણયથી ઈકોનોમીને બુસ્ટ મળે તેવી આશા છે. તે પહેલા ફેબ્રુઆરીમાં નવા આરબીઆઈ ગવર્નરે પોતાની પહેલી એમપીસી મીટિંગમાં રેપોરેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરી દીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More