Home> India
Advertisement
Prev
Next

'ઓપરેશન સિંદૂર' હજું પણ ચાલું છે', પાકિસ્તાનની સાથે સીઝફાયર વચ્ચે ભારતીય વાયુસેનાનું નિવેદન

Operation Sindoor: ભારતીય વાયુસેનાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ અંગેની માહિતી આગામી સમયમાં આપવામાં આવશે. ઉપરાંત ભારતીય વાયુસેનાએ તમામ અટકળો અને અનવેરીફાઈડ જાણકારી પ્રસારિત કરવાથી બચવાની અપીલ કરી છે.

'ઓપરેશન સિંદૂર' હજું પણ ચાલું છે', પાકિસ્તાનની સાથે સીઝફાયર વચ્ચે ભારતીય વાયુસેનાનું નિવેદન

Indian Air Force: યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેના તરફથી એક મોટું નિવેદન બહાર આવ્યું છે. ભારતીય વાયુસેનાનું કહેવું છે કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ અંગેની માહિતી આગામી સમયમાં આપવામાં આવશે. વાયુસેનાએ આ જાણકારી સોશિયલ મીડિયા હેન્ડલ X પર આપી છે.

fallbacks

ભારતીય વાયુસેનાએ X પર ઓપરેશન ચાલુ રાખવાની માહિતી આપતાં લખ્યું, ભારતીય વાયુસેના (IAF) એ ઓપરેશન સિંદૂરમાં પોતાના નિર્ધારિત કાર્યોને ચોકસાઈ અને વ્યાવસાયિકતા સાથે સફળતાપૂર્વક અંજામ આપ્યું છે. ઓપરેશન રાષ્ટ્રીય ઉદ્દેશ્યોના અનુરૂપ વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક હાથ ધરવામાં આવી હતી. કામગીરી હજુ ચાલુ હોવાથી યોગ્ય સમયે વિગતવાર માહિતી આપવામાં આવશે. ભારતીય એરફોર્સે તનાન અટકળો અને અનવેરીફાઈડ જાણકારી પ્રસારિત કરવાથી બચવાની અપીલ કરે છે. 

ભારતે 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય સેના અને ભારતીય વાયુસેનાએ મળીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થાપિત 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આના જવાબમાં ગભરાયેલા પાકિસ્તાને એલઓસી પર ભારે ગોળીબાર કર્યો અને સાંજે ડ્રોન હુમલો કર્યો. જોકે, ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તમામ પાકિસ્તાની ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા. 

આ પછી, ભારતે વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાન પર અનેક હુમલા કર્યા, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ઘણા દેશોની મદદથી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી, પરંતુ થોડા કલાકો પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ડ્રોનથી ભારત પર હુમલો કર્યો અને ગોળીબાર કર્યો.

દિલ્હીમાં ચાલી રહી છે ઉચ્ચ સ્તરીય બેઠક
આ ઉપરાંત દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે, જ્યાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, એનએસએ અજિત ડોભાલ, સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ પીએમ નરેન્દ્ર મોદીને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More