Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર...ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર આ ખેલાડીએ દુનિયાને કહ્યું અલવિદા

Cricketer passed away : ક્રિકેટ જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ દિગ્ગજ ક્રિકેટરનું નિધન થયું છે. તેમણે 1964થી 1968 દરમિયાન ઓસ્ટ્રેલિયા માટે 27 ટેસ્ટ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે 2061 રન બનાવ્યા હતા.

ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર...ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર આ ખેલાડીએ દુનિયાને કહ્યું અલવિદા

Bob Cowper passed away : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ ક્રિકેટર બોબ કાઉપરનું મેલબોર્નમાં નિધન થયું છે. કાઉપર 84 વર્ષના હતા અને 11 મે, રવિવારના રોજ તેમનું અવસાન થયું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કાઉપરના મૃત્યુની પુષ્ટિ કરી છે. કાઉપર લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. કાઉપરના પરિવારમાં તેની પત્ની ડેલ અને બે પુત્રીઓનો સમાવેશ થાય છે.

fallbacks

IPL 2025 પર આવ્યું મોટું અપડેટ, BCCIએ જણાવ્યું ક્યારે શરૂ થશે મેચ ?

કાઉપરે ઐતિહાસિક ત્રેવડી સદી ફટકારી હતી...

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન માઈક બેયર્ડે કહ્યું, 'બોબ કાઉપરના નિધનના સમાચાર સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે.' તેઓ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ખૂબ જ આદરણીય વ્યક્તિ હતા. બોબ એક તેજસ્વી બેટ્સમેન હતા જેમને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે તેમની ત્રેવડી સદી તેમજ 1960ના દાયકામાં ઓસ્ટ્રેલિયન અને વિક્ટોરિયા (રાજ્ય) ટીમો માટે તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે હંમેશા યાદ રાખવામાં આવશે.

 

ડાબોડી બેટ્સમેન બોબ કાઉપર તેમના બેસ્ટ સ્ટ્રોકપ્લે અને સંયમિત બેટિંગ માટે જાણીતા હતા. કાઉપરે ફેબ્રુઆરી 1966માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઈંગ્લેન્ડ સામે પોતાની સૌથી યાદગાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ તેમણે લગભગ 12 કલાકની મેરેથોન ઇનિંગમાં 189 બોલમાં 307 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં કોઈ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ પહેલી ત્રેવડી સદી હતી. ઉપરાંત 20મી સદીમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં બનેલી આ એકમાત્ર ત્રેવડી સદી હતી.

આ બોબ કાઉપરની ત્રીજી ટેસ્ટ સદી હતી. તેમણે એક વર્ષ પહેલા કેરેબિયન ભૂમિ પર બે સદી ફટકારી હતી. પછી ત્રેવડી સદી પછી, તેમણે વધુ બે સદી ફટકારી. તેમણે આશ્ચર્યજનક રીતે 1968માં નિવૃત્તિની જાહેરાત કરી, જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા. કાઉપરે 1964થી 1968 દરમિયાન ઓસ્ટ્રેલિયા માટે 27 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 4684 ની સરેરાશથી 2061 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે 5 સદી અને 10 અડધી સદી ફટકારી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More