Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસના 3 દિગ્ગજ નેતાઓના નાગરિકતા કાયદાના સમર્થનમાં નિવેદન, હવે શું કરશે પાર્ટી?

ભારતના રાષ્ટ્રવાદી નાગરિકો અને દેશની રાષ્ટ્રવાદી સરકાર માટે પણ આ એક શુભ સમાચાર છે. કોંગ્રેસના ત્રણ મોટા નામ અને ત્રણ મોટા ચહેરા નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં બોલ્યાં. જો કે આ સમર્થન સોનિયા ગાંધી માટે તો પ્રત્યક્ષ સમર્થન છે પરંતુ મોદી સરકાર માટે અપરોક્ષ સમર્થન છે. જો કે સત્ય એ છે કે સમર્થન તો સમર્થન છે અને જો તે ભારતના ધૂર વિરોધી કોંગ્રેસ તરફથી આવી રહ્યું છે તો તે મોદી-શાહીની મોટી ઉપલબ્ધિઓમાંથી એક છે. 

કોંગ્રેસના 3 દિગ્ગજ નેતાઓના નાગરિકતા કાયદાના સમર્થનમાં નિવેદન, હવે શું કરશે પાર્ટી?

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રવાદી નાગરિકો અને દેશની રાષ્ટ્રવાદી સરકાર માટે પણ આ એક શુભ સમાચાર છે. કોંગ્રેસના ત્રણ મોટા નામ અને ત્રણ મોટા ચહેરા નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં બોલ્યાં. જો કે આ સમર્થન સોનિયા ગાંધી માટે તો પ્રત્યક્ષ સમર્થન છે પરંતુ મોદી સરકાર માટે અપરોક્ષ સમર્થન છે. જો કે સત્ય એ છે કે સમર્થન તો સમર્થન છે અને જો તે ભારતના ધૂર વિરોધી કોંગ્રેસ તરફથી આવી રહ્યું છે તો તે મોદી-શાહીની મોટી ઉપલબ્ધિઓમાંથી એક છે. 

fallbacks

fallbacks

(સલમાન ખુર્શીદ)

આરિફ મોહમ્મદ ખાનના નિવેદનને આપ્યું સમર્થન
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે ભારતનું દરેક રાજ્ય CAA લાગુ કરવા માટે  બાધ્ય છે. વાસ્તવિકતાની ધૂરી પર રાજ્યપાલનું આ નિવેદન અસ્તિત્વ ધરાવે છે. કારણ કે તે  દેશના બંધારણનો મામલો છે. જેને સમર્થન આપ્યું છે કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ. 

fallbacks

 

(કપિલ સિબ્બલ)

સિબ્બલ, ખુર્શીદની સાથે આવ્યાં જયરામ રમેશ
અત્યાર સુધી સિબ્બલ અને ખુર્શીદ જ આ વાત બોલતા હતાં પરંતુ હવે જયરામ રમેશ પણ તેમની સાથે આવ્યાં છે. કેરળના રાજ્યપાલના વિચાર સાથે સહમતિ જતાવનારા બે મોટા નેતાઓ જાણે છે કે તેઓ શું કહી રહ્યાં છે. કાયદો અને બંધારણનું સારું જ્ઞાન ધરાવતા આ બંને નેતાઓનું નિવેદન એક ગંભીર નિવેદન છે અને ગાઢ અર્થ ધરાવે છે. આ બંને નેતાઓની સાથે કોંગ્રેસના એક ત્રીજા વરિષ્ઠ નેતા જયરામ રમેશ પણ આવ્યાં છે અને તેમનું પણ માનવું છે કે CAAને સ્વીકારવો જ પડશે. રાજ્યમાં લાગુ કરવો જ પડશે અને આમ ન કરવું એ ગેરબંધારણીય હશે. 

fallbacks

(જયરામ રમેશ)

આરિફ મોહમ્મદ ખાનનું નિવેદન
હાલમાં જ નાગરિકતા કાયદા (CAA) પર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું વક્તવ્ય આવ્યું હતું કે નાગરિકતાનો વિષય કેન્દ્ર હેઠળ આવે છે અને દેશના રાજ્યોની સરકારો પાસે નાગરિકતા કાયદાને લાગુ કરવાનો વધારાનો કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ, જયરામ રમેશે રાજ્યપાલ આરિફ મોમહ્મદ ખાનના આ વિચારો સાથે સહમતિ વ્યક્ત કરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More