Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલ : ધામધૂમથી પરણાવાઈ બાલાશ્રમની 7 અનાથ યુવતીઓને, દરેકને કરિયાવરમાં અપાયો 100 વારનો પ્લોટ

ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતા અને એનું ધ્યાન રાખતા. ત્યારે બાલાશ્રમમાં રહેતી 7 દીકરીઓના આજે લગ્નોત્સવ યોજાયા હતા. માતાપિતા વિનાની દીકરીઓના લગ્ન એવા ધામધૂમથી યોજાયા હતા કે સૌ કોઈ જોતા રહી ગયા. આ લગ્નોત્સવમાં સામાજિક, ઉદ્યોગિક અને રાજકીય આગેવાનો સાથે ગોંડલની સ્થાનિક પ્રજા પણ જોડાઈ છે. તો આ વખતે રાજકોટના નિલેશ લુણાગરિયાએ દરેક દીકરીને કરિયાવારમાં 100 વારનો પ્લોટ ભેટ તરીકે આપ્યો છે, જે પ્લોટનો દસ્તાવેજ સીધો જ દીકરીના નામે થશે.

ગોંડલ : ધામધૂમથી પરણાવાઈ બાલાશ્રમની 7 અનાથ યુવતીઓને, દરેકને કરિયાવરમાં અપાયો 100 વારનો પ્લોટ

રાજકોટ :ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતા અને એનું ધ્યાન રાખતા. ત્યારે બાલાશ્રમમાં રહેતી 7 દીકરીઓના આજે લગ્નોત્સવ યોજાયા હતા. માતાપિતા વિનાની દીકરીઓના લગ્ન એવા ધામધૂમથી યોજાયા હતા કે સૌ કોઈ જોતા રહી ગયા. આ લગ્નોત્સવમાં સામાજિક, ઉદ્યોગિક અને રાજકીય આગેવાનો સાથે ગોંડલની સ્થાનિક પ્રજા પણ જોડાઈ છે. તો આ વખતે રાજકોટના નિલેશ લુણાગરિયાએ દરેક દીકરીને કરિયાવારમાં 100 વારનો પ્લોટ ભેટ તરીકે આપ્યો છે, જે પ્લોટનો દસ્તાવેજ સીધો જ દીકરીના નામે થશે.

fallbacks

જબરદસ્ત accidentનો Video, સાબરમતી એક્સપ્રેસે મોટરકારને 50 મીટર સુધી ઢસડી...

માતા-પિતા વગરની આ દીકરીઓના લગ્નમાં ગોંડલના રાજકીય, ઔદ્યોગિક, સામાજિક આગેવાનોની સાથે સાથે ગોંડલના સામાન્ય પ્રજાજનો પણ દીકરીના લગ્ન હોય એવી રીતે હરખથી જોડાય છે. દાતાઓ દાનનો ધોધ વહાવે છે અને દીકરીને અઢળક કરિયાવર સાથે સાસરે વળાવે છે. આ વખતે રાજકોટના નિલેશ લુણાગરિયાએ દરેક દીકરીને કરિયાવારમાં 100 વારનો પ્લોટ ભેટ તરીકે આપ્યો છે, જે પ્લોટનો દસ્તાવેજ સીધો જ દીકરીના નામે થશે. 

આ દીકરીઓ સહિત અત્યાર સુધીમાં 151 દીકરીઓને ગોંડલની પ્રજાએ આ રીતે ધામધૂમથી સાસરે વળાવી છે. જેમ કોઈ બાપ દીકરી માટે બધી ચિંતા કરે એમ ગોંડલના આગેવાનો આ દીકરીઓ માટે બધી જ ચિંતા કરે છે. આ 7 દીકરીઓ માટે આગેવાનોએ 150 જેટલા મુરતિયા જોયા અને એમાંથી 7 મુરતિયા પસંદ કર્યા, જે દીકરીઓ માટે યોગ્ય હોય અને દીકરીઓને પણ પસંદ હોય.

શિક્ષક પતિ સંસ્કાર ભૂલ્યો, શિક્ષિકા પત્નીની હત્યા કરીને બે સંતાનોને લઈ ફરાર થઈ ગયો

ગોંડલના મહારાજાએ શરૂ કરેલો આ સેવા યજ્ઞ આજે ગોંડલની પ્રજા ચલાવી રહી છે. ગોંડલ બાલાશ્રમમાં રહેતી 7 દીકરીઓ આજે લગ્નગ્રંથિએ જોડાઈ. મંડપરોપણની વિધિના આ ફોટો જોતા એવું લાગે કે જાણે 7 જોગણીઓ ગોંડલને પાવન કરવા આ ધરતી પર આવી છે. લગ્ન પહેલા બાલાશ્રમ ખાતે રાસની રમઝટ જામી હતી. 7 દીકરીઓ સાથે સાંસદ, ધારાસભ્ય, નાગરિક બેન્ક ચરમેન પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા. પાલિકાના સદસ્યો, શહેરીજનો પણ માવતર બની હરખભેર જોડાયા હતા. બાલાશ્રમની વહાલી દિકરીઓના લગ્નની તૈયારી રૂપે મંડપ ડેકોરેશન, લાઈટ ડેકોરેશન, આવનારી ૭ જાનને આવકારવા તડામાર તૈયારીઓ કરાઈ હતી. આજે વહેલી સવારથી વ્હાલી દીકરીઓના લગ્ન પ્રસંગને લઈને ગોંડલ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દીકરીને ન ભણાવવી પડે એટલે પિતાએ પહેલા જાડા વાયરથી બાંધી અને પછી ઝેર પાયું

બાલાશ્રમના દીકરા-દીકરી માટે અભ્યાસની પૂરતી વ્યવસ્થા કરતા. આ બાળકો પગભર થાય તે માટે તેને એના રસ-રુચિ પ્રમાણેના હુન્નર પણ શીખવવામાં આવતા. બાલાશ્રમની દીકરી જ્યારે ઉમરલાયક થાય ત્યારે એના માટે યોગ્ય મુરતિયો શોધીને એના લગ્ન પણ કરાવી આપતા. બાલાશ્રમના બાળકોના પહેરવેશમાં જાંબલી રંગનો ઉપયોગ થતો. આ બાળકો સાથે મહારાજા પોતે દિલથી જોડાયેલા છે એવો બાળકોને અહેસાસ કરાવવા ભગવતસિંહજી પોતે મોટા ભાગે જાંબલી રંગની પાઘડી જ પહેરતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More