Home> India
Advertisement
Prev
Next

યુપી-બિહારમાં વરસાદ અને પૂરનો પ્રકોપ, 130થી વધુ લોકોના મોત, અનેક લોકો ઘાયલ

દેશના અનેક ખૂણામાં વરસાદ અને પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પૂર અને વરસાદના કારણે લોકો મુસિબતમાં છે.

યુપી-બિહારમાં વરસાદ અને પૂરનો પ્રકોપ, 130થી વધુ લોકોના મોત, અનેક લોકો ઘાયલ

નવી દિલ્હી: દેશના અનેક ખૂણામાં વરસાદ અને પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પૂર અને વરસાદના કારણે લોકો મુસિબતમાં છે. છેલ્લા 24 કલાકમાં આ કુદરતી આફતના કારણે 14 લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. જ્યારે છેલ્લા ચાર દિવસમાં લગભગ 104 લોકોના મોત થયા છે. પ્રદેશ સરકારે આફતમાં જીવ ગુમાવેલા લોકોનો મોતનો આંકડો  બહાર પાડ્યો છે. આ બાજુ બિહારમાં પણ સ્થિતિ વણસેલી છે. બિહાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યાં મુજબ રાજ્યમાં ભારે વરસાદના કારણે 29 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

fallbacks

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અને વરસાદને પગલે જિલ્લાધિકારીઓને નિર્દેશ આપીને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું કહ્યું. આ સાથે જ અધિકારીઓની રજાઓને રદ કરાવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. પૂર રાહતમાં તેજી લાવવા ઉપરાંત પાણી ભરાવવાની સમસ્યાને દૂર કરવાની વ્યવસ્થા અને પ્રભાવિત પરિવારોને વળતર આપવા માટે પણ મુખ્યમંત્રી તરફથી આદેશ અપાયા છે.

જુઓ LIVE TV

આ બાજુ બિહારમાં પણ પૂર અને વરસાદનો કેર છે. બિહારના 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવી છે. બિહારમાં વરસાદ અને પૂરની અસર ટ્રેનો અને ફ્લાઈટ ઉપર પણ પડી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29 લોકોએ જીવ ગુમાવ્યાં હોવાનું કહેવાય છે. બિહાર સરકારે ઈન્ડિયન એરફોર્સ પાસે રાહત સામગ્રી અને દવાઓ ડ્રોપ કરવા માટે બે હેલિકોપ્ટરની માગણી કરી છે. આ સાથે જ બિહાર સરકારે એર ફોર્સ પાસે પાણી કાઢવાના મશીનની પણ માગણી કરી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More