Home> Sports
Advertisement
Prev
Next

સુમિત નાગલ બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જર્સ જીતનાર પ્રથમ એશિયન ખેલાડી બન્યો

ભારતનો ઉભરતો સ્ટાર ટેનિસ ખેલાડી સુમિત નાગલે અર્જેન્ટીનામાં રમાઇ રહેલી બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જર્સ ટેનિસ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. રવિવારે યોજાયેલી ટૂર્નામેન્ટની ફાઇનલ સ્પર્ધામાં સુમિતે અર્જેન્ટીનાના એફ બોગ્નિસને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે

સુમિત નાગલ બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જર્સ જીતનાર પ્રથમ એશિયન ખેલાડી બન્યો

નવી દિલ્હી: ભારતનો ઉભરતો સ્ટાર ટેનિસ ખેલાડી સુમિત નાગલે અર્જેન્ટીનામાં રમાઇ રહેલી બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જર્સ ટેનિસ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. રવિવારે યોજાયેલી ટૂર્નામેન્ટની ફાઇનલ સ્પર્ધામાં સુમિતે અર્જેન્ટીનાના એફ બોગ્નિસને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે. 22 વર્ષીય નાગલે બોગ્નિસને સીધા સેટમાં 6-4, 6-2થી હરાવ્યો.

fallbacks

આ પણ વાંચો:- પ્રો કબડ્ડીઃ ગુજરાતને રોમાંચક મેચમાં 1 પોઈન્ટે હરાવી હરિયાણા પ્લેઓફમાં પહોંચ્યું

ગત મહિને જ તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરને પહેલો સેટ હરાવનાર નાગલે અગાઉ ચોથા સીડ બ્રાઝિલના થિયાગો મોન્ટિઓને સીધા સેટમાં 6-૦, 6-૧થી હરાવી ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી હતી અને તે પહેલા ક્વોર્ટરફાઇનલમાં 13મી સીડ સ્થાનિક ખેલાડી આર્જેન્ટીનાના ફ્રાન્સિસ્કોને 6-3, 4-6, 6-4થી જીતીને સેમીફાઇનલમાં પગ મુક્યો હતો.

આ પણ વાંચો:- ધારાસભ્યની સાથે બિલિયર્ડ રમતો જોવા મળ્યો ધોની, તસવીર થઈ વાયરલ

વર્લ્ડ રેન્કિંગમાં 161માં ક્રમે રહેલો સુમિત આ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ એશિયન ખેલાડી છે. કારકિર્દીમાં ત્રીજી વખત સુમિત કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યો હતો. નાગલની આ બીજી ચેલેન્જર ટ્રોફી જીત છે. આ પહેલા તેણે 2017માં બેંગલુરુ ઓપન જીતી ચુક્યો છે. નાગલે 2015માં વિમ્બલ્ડન છોકરાઓનું ડબલ્સ ખિતાબ જીત્યો હતો અને જુનિયર ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીત્યો હતો. ડેવિસ કપમાં તે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ પણ કરે છે.
(ઇનપુટ- એએનઆઈ / આઈએએનએસ)

જુઓ Live TV:-

સ્પોર્ટ્સના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More