પટનાઃ રાષ્ટ્રીય જનતા દળે પ્રથમ તબક્કાના મતદાનના ચાર દિવસ પહેલા પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. ઘોષણાપત્ર જાહેર કરતા તેજસ્વી યાદવે કહ્યુ કે, આ ઘોષણાપત્ર અમારો પ્રાણ છે. આરજેડીએ પોતાના મેનિફેસ્ટોમાં બિહારના બેરોજગાર યુવાનો માટે 10 લાખ નોકરીનું વચન આપ્યું છે.
આરજેડીના મેનિફેસ્ટોમાં વચન આપવામાં આવ્યું છે કે તેજસ્વી સરકાર બન્યા બાદ કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે જેમાં યુવાઓને 10 લાખ નોકરી આપવાનો વાયદો પૂરો કરવામાં આવશે.
આ સાથે ઘોષણાપત્રમાં આરજેડીએ બિહારમાં ડોમિસાઇલ નીતિ લાગૂ કરવાનું પણ વચન આપ્યું છે. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી સરકાર બન્યા બાદ બિહારમાં ડોમિસાઇલ નીતિ લાગૂ કરવામાં આવશે જે અંતર્ગત રાજ્ય સરકારની નોકરીઓમાં બિહારના યુવાનોને 85 ટકા અનામત આપવામાં આવશે.
આરજેડી નેતા મનોજ ઝાએ રાજ્યની 85 ટકા નોકરીઓને બિહારના બેરોજગારો માટે અનામતના સવાલ પર કહ્યુ કે, પરંતુ તે બીજા રાજ્યોમાં આ પ્રકારની અનામનતો વિરોધ કરે છે, પરંતુ બિહાર માટે આ યોગ્ય પોલિસી છે કારણ કે બિહાર સંશાધન વિહીન રાજ્ય છે.
બેરોજગારી બિહાર ચૂંટણીનો મોટો મુદ્દો
મહત્વનું છે કે આ વખતે બિહાર ચૂંટણીમાં બેરોજગારી એક મોટો મુદ્દો બનીને સામે આવી છે. રાજ્ય સરકારે યુવાનોને પોતાની તરફ આકર્ષવા માટે રાજ્ય સરકારની નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અરજી ફી શૂન્ય કરી દીધી છે. એટલે કે હવે દરેક પરીક્ષા માટે 500-1000 રૂપિયા ઉમેદવારોએ આપવા પડશે નહીં.
મેનિફેસ્ટોમાં આરજેડીની સરકાર બન્યા બાદ યુવાઓ માટે બિહાર યુવા આયોગની રચના કરવાની વાત કહેવામાં આવી છે. આરજેડીએ વચન આપ્યું છે કે 35 વર્ષ સુધી બેરોજગાર યુવાનોને દર મહિને 1500 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.
આરજેડીએ કહ્યું કે, શિક્ષણ સંબંધિત 5 લાખ સુધીની લોનને તેજસ્વી સરકાર માફ કરશે. પીરિયોડિક લેબર ફોર્મ દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર 2018-19મા બિહારમાં બેરોજગારી દર 10.2 ટકા છે જે રાષ્ટ્રીય એવરેજથી ડબલ છે. રાષ્ટ્રીય બેરોજગારી એવરેજ આ દરમિયાન 5.8% હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે