નવી દિલ્હી: આ મહિનાના અંતમાં વધુ એક ધાંસૂ ફોન માર્કેટમાં આવવાનો છે. દક્ષિણ કોરિયાઇ ટેક કંપની-એલજી (LG) પોતાના પ્રીમિયમ ડુઅલ સ્ક્રીન સ્માર્ટફોન વિંગ (Wing)ને 28 ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ કરી શકે છે.
કંપનીએ Twitter તેની પુષ્ટિ માટે ટીઝરના રૂપમાં એક વીડિયો પણ શેર કર્યો છે. LG એ પોતાના આઇકોનિક સ્માર્ટફોનને સપ્ટેમ્બરમાં લોન્ચ કર્યો હતો.
14 સપ્ટેમ્બર અનવીલ આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેમાં ઉપલબ્ધ બે ડિસ્પ્લે છે, જેમાં મેન સ્ક્રીન સંપૂર્ણપણે સ્માર્ટફોન 60 મોશન સેન્સર સાથે જિંબલ મોશન કેમેરા ટેક્નોલોજીથી સજ્જ છે, જેની મદદથી વીડિયો શૂટ કરતી વખતે સ્થિરતા બની રહેશે.
Nokia | Samsung | Smartphone | Realme | Xiaomi | Smart Tv
ફોનમાં 6.8 ઇંચની મેન સ્ક્રીન આપવામાં આવી છે, જેનો આસ્ક્પેક્ટ રેશિયો 20.5:9 છે. તેની સેકન્ડરી સ્ક્રીનની ટાઇપ 3.9 ઇંચની છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 1.15:1 છે. વિંગ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 765જી ચિપસેટ વડે ઓપરેટ થશે, જે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યૂનિટ પરર્ફોમન્સમાં એક સામાન્ય સ્નૈપડ્રૈગન 765 પ્રોસેસરની તુલનામાં 10 ટકા વધુ ઝડપી છે.
ફોન પર નજરમાં-
- વાત કરીએ મોબાઇલ ફોનના પ્રાઇમરી ડિસ્પ્લેની તો તે 6.8 ઇંચ ફૂલ-એચડી+ (1,080x2,460 પિક્સલ) પી-ઓલેડ ફૂલવિઝન છે.
- સેકેન્ડરી સ્ક્રીન 3.9 ઇંચની છે. જોકે ફૂલ એચડી+(1,080x1,240 પિક્સલ) જી-ઓલેડ પેનલ છે.
- ફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 765જી પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 8 જીબી રેમ છે.
- મોબાઇલ ફોન ટ્રિપલ કેમેરા સેટઅપથી સજ્જ છે. તેનો પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલ છે, સેકન્ડરી 13 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલનો ત્રીજો કેમેરો છે.
- સારા વીડિયો માટે ફોનમાં ગિંબલ મોશન કેમેરા ફીચર પણ આપવામાં આવ્યું છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે