Home> India
Advertisement
Prev
Next

હું નહોતો કરવા માગતો લગ્ન, મારી સાથે બળજબરી થઈ! : છોકરાના મંદિરમાં લગ્ન થઈ ગયા, જબરો છે કિસ્સો

Bihar Viral Marriage:તમે ચોંકી જશો એવા સમાચાર સામે આવ્યા છે. પ્રેમીને રેલવેમાં નોકરી મળી જતાં તેણે પ્રેમીકા સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો. એને લગ્ન કરવા માટે એવી માગણીઓ કરી તો પ્રેમિકાએ ફોસલાવી મંદિરમાં બોલાવ્યો અને પરિવારે બળજબરી લગ્ન કરાવી દીધા. હવે છોકરો કહી રહ્યો છે મારો ફક્ત સંબંધ હતો હું લગ્ન કરવા નહોતો માગતો. આ મામલે આગળ વિવાદ વધી શકે છે. 

 હું નહોતો કરવા માગતો લગ્ન, મારી સાથે બળજબરી થઈ! : છોકરાના મંદિરમાં લગ્ન થઈ ગયા, જબરો છે કિસ્સો

Bihar Viral Marriage: તમે ગજબના પ્રેમ પ્રકરણના કિસ્સાઓ સાંભળ્યા હશે. વિવિધ પ્રકારના પ્રેમીઓને પણ જોયા હશે. જેઓ સાથે જીવવા અને મરવાના સોગંધ લે છે. જેઓ એકબીજા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. પરંતુ એક કહેવત છે કે સમય બદલાય તેમ લોકો બદલાય છે. પ્રેમ ગમે તેટલો જૂનો હોય, પ્રેમી અને પ્રિયતમાનું સ્ટેટસ બદલાય તો પ્રેમના સંજોગો પણ બદલાય છે.

fallbacks

આવું જ કંઈક બિહારમાં જોવા મળ્યું છે. જ્યાં સમસ્તીપુર જિલ્લામાં પ્રેમી અને પ્રેમિકા એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ આ દરમિયાન પ્રેમીને રેલવેમાં નોકરી મળી ગઈ. આ પછી પ્રેમીએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને તેની પ્રેમિકા સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. જે પછી ગર્લફ્રેન્ડના પરિવારે તેના બોયફ્રેન્ડ સાથે શું કર્યું તે જોવા જેવું છે.

લગ્ન માટે પ્રેમિકા પાસેથી દહેજની માંગણી કરી 
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે. આ મામલો બિહારના સમસ્તીપુર જિલ્લાનો છે. જ્યાં એક છોકરી અને એક છોકરો એકબીજાના પ્રેમમાં હતા. બંનેએ સાત જન્મ સાથે નિભાવવાના સોગંધ પણ લીધા હતા. બંને લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. બંનેએ એકબીજાને દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાનું વચન આપ્યું હતું.  દરમિયાન, છોકરાને રેલ્વેમાં નોકરી મળી, ત્યારબાદ છોકરાનું વલણ બદલાઈ ગયું. આ પછી તેણે પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે દહેજની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ પત્નીને બીજા પુરુષ સાથે હોટલમાં સૂતી પકડી, રૂમમાંથી રંગે હાથે ઝડપાઈ પણ પતિ ગયો જેલ

આ પછી છોકરીએ છોકરાને મંદિરમાં બોલાવ્યો. અને અહીંથી છોકરા પર તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. આ પછી છોકરો ત્યાંથી ભાગવા લાગ્યો. ત્યારબાદ મંદિરમાં ભીડ એકઠી થઈ ગઈ અને યુવતીના પરિવારજનોને બોલાવવામાં આવ્યા. યુવતીના પરિવાર અને સ્થાનિક લોકોએ મંદિરમાં જ બંનેના લગ્ન કરાવી દીધા હતા. 

છોકરાએ કહ્યું કે છેતરપિંડીથી લગ્ન કરાવ્યા
આ સમગ્ર મામલે પ્રેમી જેના લગ્ન થયા છે એનું નામ પ્રમોદકુમાર સાહની છે. તેણે કહ્યું કે તેને ખોટું બોલીને બોલાવવામાં આવ્યો હતો. અને રોશની નામની છોકરીમાં હોવાનું કહેવાય છે. જેની સાથે પ્રમોદને કોઈ સંબંધ નહોતો. તે માત્ર તેની સંબંધી હતી.  આ અંગે યુવતીએ જણાવ્યું કે બંને 2 વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. આ સાથે છોકરાએ દહેજના આરોપને પણ નકારી કાઢ્યો હતો. તેણે કહ્યું કે એવું કંઈ નથી. છોકરી જૂઠું બોલી રહી છે. હું તેને ઓળખતો પણ નથી અને તેની સાથે લગ્ન કરવાનો કોઈ પ્લાન નહોતો. હવે કોણ સાચું કોણ જુઠ્ઠું પણ બંનેના મંદિરમાં લગ્ન થઈ ગયા છે એ વાસ્તવિકતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More