Home> India
Advertisement
Prev
Next

BJP મહિલા ઉમેદવારનો બફાટ, કહ્યું- "જો કોઈએ ગુંડાગીરી કરી, તો હું તેનાથી પણ...."

લોકસભા ચૂંટણી 2019ની મતદાનની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓના ભાષણમાં પણ નવા નવા રંગ જોવા મળી રહ્યાં છે. યુપીની બદાયુ બેઠકના ભાજપના ઉમેદવાર સંઘમિત્રા મૌર્યએ એક ચૂંટણી સભાને કરેલા સંબોધનમાં જે કહ્યું તેને સાંભળીને બધા છક થઈ ગયાં. યુપીની યોગી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના પુત્રી સંઘમિત્રા મૌર્યએ બુધવારે એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. 

BJP મહિલા ઉમેદવારનો બફાટ, કહ્યું-

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ની મતદાનની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓના ભાષણમાં પણ નવા નવા રંગ જોવા મળી રહ્યાં છે. યુપીની બદાયુ બેઠકના ભાજપના ઉમેદવાર સંઘમિત્રા મૌર્યએ એક ચૂંટણી સભાને કરેલા સંબોધનમાં જે કહ્યું તેને સાંભળીને બધા છક થઈ ગયાં. યુપીની યોગી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના પુત્રી સંઘમિત્રા મૌર્યએ બુધવારે એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. 

fallbacks

હવે દેશના ગરીબો પણ કહે છે કે કોંગ્રેસને હટાવો, ગરીબી આપોઆપ હટી જશે: પીએમ મોદી

આ દરમિયાન સંઘમિત્રા મૌર્યએ કહ્યું કે "તમે મને આશીર્વાદ આપો. અન્ય લોકોના આશીર્વાદ પણ તમારી આ પુત્રીને અપાવો. આ દરમિયાન જો તમારી વચ્ચે કોઈ દાદાગીરી કરવા આવે, ગુંડાગીરી કરવા આવે તો તમે તેમનાથી ડરતા નહીં. જો કોઈએ તમારા સન્માન, સ્વાભિમાન સાથે રમત રમી તો સંઘમિત્રા મૌર્ય તેનાથી પણ મોટી ગુંડી બની જશે." 

સપા-આરએલડી-બસપાને PM મોદીએ ગણાવ્યાં 'શરાબ', કહ્યું- સ્વાસ્થ્ય માટે હાનિકારક

અત્રે જણાવવાનું કે બદાયુ લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોક દળના ગઠબંધને ધર્મેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા છે. ધર્મેન્દ્ર યાદવ આ બેઠકથી સતત 10 વર્ષથી સાંસદ છે. વર્ષ 1996માં આ બેઠક સમાજવાદી પાર્ટીએ જીતી હતી. વર્ષ 1991માં છેલ્લા બદાયુ બેઠક ભાજપને ફાળે ગઈ હતી. 

જુઓ LIVE

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More