Home> Technology
Advertisement
Prev
Next

ઓનલાઇન ખરીદો Mahindra ની ગાડીઓના સ્પેર પાર્ટ્સ, ગ્રાહકોને થશે ફાયદો

ઓનલાઇન ખરીદો Mahindra ની ગાડીઓના સ્પેર પાર્ટ્સ, ગ્રાહકોને થશે ફાયદો

ઓરિજનલ ઓટો સ્પેર પાર્ટ્સને ખરીદવામાં થનાર સમસ્યાને જોતાં દેશની ટોચની ઓટો કંપની મહિંદ્વા એન્ડ મહિંદ્વાના સ્પેર બિઝનેસે કહ્યું કે મહિંદ્વાની ગાડીઓના ઓરિજનલ સ્પેર પાર્ટ્સ હવે ઓનલાઇન ઉપલબ્ધ થશે અને તેને મહિંદ્વા ગ્રુપના સત્તાવાર ઇ-સ્ટોર M2ALL.com પર ખરીદી શકાશે. દેશના 20થી વધુ શહેરોમાં ગ્રાહક આ વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન ઓરિજનલ સ્પેર પાર્ટ્સ ખરીદી શકે છે. આ સર્વિસ હેઠળ ગ્રાહકોને તેમના ઘર સુધી સ્પેર સ્પાર્ટ્સ પહોંચાડવામાં આવશે. 

fallbacks

ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી માટે લેવી પડશે આ ખાસ પરમિટ

કંપનીનું કહેવું છે કે ગ્રાહક કીવર્ડ અને પાર્ટ્સ નંબરની મદદથી સ્પેર પાર્ટ્સને સર્ચ કરી શકે છે અને સર્ચને સરળ બનાવવા માટે ફિલ્ટરનો ઉપયોગ પણ કરી શકાય છે. પોર્ટલ પર પાર્ટનો ફોટો અને તેની વિશેષતાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવશે.

મતદાન માટે છો તૈયાર, 5 સ્ટેપ્સમાં ચેક કરો મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી

ઓરિજનલ સ્પેર પાર્ટ્સ આપવાની સાથે જ મહિંદ્વા પોતાના ગ્રાહકોને 24X7 બેક એન્ડ સપોર્ટ આપશે અને ગ્રાહકો કોઇપણ જાણકારી ચેટ, ફોન કોલ અને ઇમેલ દ્વારા મળી શકે છે. કંપનીનું કહેવું છે કે ગ્રાહકો મોટાભાગે બજારમાંથી નકલી પાર્ટ્સ વેચાતા હોવાની ફરિયાદ કરે છે. એટલા માટે આ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. એટલા માટે આ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેબસાઇટ પર ખાનગી અને કોમર્શિયલ બંને પ્રકારની ગાડીઓના સ્પેર પાર્ટ્સ ઉપલબ્ધ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More