Home> India
Advertisement
Prev
Next

Ayodhya પછી હવે BJPની નજર મહાભારતના હસ્તિનાપુર પર, ચાલી રહી છે મોટી હિલચાલ

ભાજપના એમએલસી યશવંત સિંહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથને એક પત્ર લખ્યો છે જેમાં હસ્તિનાપુરના ખોવાયેલા ગૌરવને જાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે

Ayodhya પછી હવે BJPની નજર મહાભારતના હસ્તિનાપુર પર, ચાલી રહી છે મોટી હિલચાલ

લખનૌ : રામ અને રામાયણ પછી લાગે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) મહાભારત તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભાજપના એમએલસી યશવંત સિંહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથને એક પત્ર લખ્યો છે જેમાં હસ્તિનાપુરના ખોવાયેલા ગૌરવને જાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું છે કે છેલ્લા 72 વર્ષોમાં એક સમયે દેશની રાજધાની રહેલા હસ્તિનાપુરના ગૌરવ પર ધ્યાન જ નથી આપવામાં આવ્યું. 

fallbacks

વર્ષની શરૂઆતમાં સૌથી વધારે લોકો ભોગ બને છે હાર્ટ એટેકનો કારણ કે...

યશવંત સિંહે જણાવ્યું છે કે તેમણે હાલમાં બે વાર હસ્તિનાપુરની મુલાકાત લીધી છે અને તેમને અહેસાસ થયો છે કે હસ્તિનાપુરનો કિલ્લો જીર્ણશીર્ણ અવસ્થામાં છે. યશવંત સિંહાએ માગણી કરી છે કે કિલાનું સમારકાર કરવાની જરૂર છે. આ કિલામાં બહુ અતિક્રમણ છે અને રાજા શાંતનુના મહેલના અવશેષો પર કબ્રસ્તાન બનેલું છે. યશવંત સિંહાના દાવા પ્રમાણે આ ઐતિહાસિક શહેરને ગૌરવ અપાવવાનો સૌથી પહેલો પ્રયાસ પંડિત જવાહરલાલ નેહરુએ કર્યો હતો પણ કોંગ્રેસે આ પ્રોજેકટ પર ક્યારેય કામ શરૂ જ નથી કર્યું. 

તિહાર જેલમાં નિર્ભયાના ચારેય ગુનેગારોને એકસાથે ફાંસીના માંચડે ચડાવવાનો તખતો તૈયાર, મળ્યો પુરાવો

હસ્તિનાપુર હવે મેરઠ જિલ્લાનો એક હિસ્સો છે. યશવંત સિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ એમએલસી છે. તેમણે 2017માં યોગી આદિત્યનાથને વિધાન પરિષદના સભ્ય બનાવવા માટે પોતાની સીટ પરથી રાજીનામું આપ્યું હતું. યશવંત સિંહ પછી ભાજપમાં શામેલ થઈ ગયા હતો અને પછી ફરીથી એમએલસી બની ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More