Home> Sports
Advertisement
Prev
Next

હાર્દિક પંડ્યાએ હોટ હસીના સાથે કરી લીધી સગાઈ, નામ છે...

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે પરંતુ સોશિયલ મીડિયાની મદદથી તે પોતાના ફેન્સ સાથે હંમેશા કનેક્ટ રહે છે. 

હાર્દિક પંડ્યાએ હોટ હસીના સાથે કરી લીધી સગાઈ, નામ છે...

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે પરંતુ સોશિયલ મીડિયાની મદદથી તે પોતાના ફેન્સ સાથે હંમેશા કનેક્ટ રહે છે. હાર્દિકે પોતાના ફેન્સને વર્ષ 2020ના પહેલા જ દિવસે ધમાકેદાર ન્યૂઝ આપીને ખુશ કરી દીધા છે. હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક (natasha stanovich) સાથે સગાઈ (Engagement) કરી લીધી છે. અને તેનું કન્ફર્મેસન ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપ્યું છે.

fallbacks

INDvsSL T20: ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ જાહેર, મલિંગા કેપ્ટન

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Mai tera, Tu meri jaane, saara Hindustan. 👫💍 01.01.2020 ❤️ #engaged

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકે સ્પીડબોડમાં નતાશા સાથે એક ફોટો શેર કર્યો છે. જેમાં નતાશા એન્ગેજમેન્ટ રિંગ બતાવી રહી છે. હાર્દિકે આ ફોટોની સાથે ફિલ્મી અંદાજમાં લખ્યું છે કે, ‘મેં તેરા, તુ મેરી, જાને સારા હિંદુસ્તાન. હાર્દિક અને નતાશા બંને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. આ બાબતે હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ તેમના રિલેશનશિપ અંગે કન્ફર્મેશન આપ્યું હતું. ઓગસ્ટમાં મિત્રો સાથે થયેલી પાર્ટીમાં ત્યારે હાર્દિકે તેના મિત્રો અને ભાઈ કૃણાલ પંડ્યા સાથે ભાભી પંખુડી શર્મા જોડે પણ નતાશાની મુલાકાત કરાવી હતી અને ત્યારે નતાશાની ઓળખાણ ગર્લફ્રેન્ડ તરીકે આપીને પરિચય કરાવ્યો હતો. મૂળ સર્બિયાની રહીશ નતાશાએ નચ  બલિયેમાં  ભાગ લીધો હતો. વર્ષ 2020માં સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ તેણે સ્પોર્ટ્સમાં જ રહીને પોતાની કેરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. 

U19 world cup: પીસીબીનો નિર્ણય, નસીમ શાહ નહીં રમે અન્ડર-19 વિશ્વકપ

હાર્દિક પંડ્યા હાલ પીઠની ઈજાના કારણે આરામ ભોગવી રહ્યો છે. તેણે સપ્ટેમ્બર 2019 બાદ કોઈ જ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. પીઠના દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ ઓલરાઉન્ડર ખેલાડીએ લંડનમાં સર્જરી કરાવવી પડી હતી. હાર્દિક ભારત એ માટે ન્યૂઝિલેન્ડના પ્રવાસે જશે અને ત્યારબાદ ટીમ ઈન્ડિયામાં તેની વાપસી શક્ય બનશે. આ પહેલા નતાશા એક્ટર અલી ગોની સાથે પણ રિલેશનશિપમાં રહી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More