મુંબઇ: મુંબઇની ઉત્તર લોકસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહેલી ભાજપ સાંસદ ગોપાલ શેટ્ટીની સામે કોંગ્રેસે આ વખતે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને મેદાનમાં ઉતારી છે. આમ તો રાજનીતિની જાણકાર ગોપાલ શેટ્ટીની જીત નક્કી માનીને ચાલી રહ્યાં છે, પરંતુ ગોપાલ શેટ્ટી કોઇપણ તક છોડવાના મૂડમાં નથી. એટલા માટે તમામ મોટા નેતાઓની સાથે મળીને અલગ અલગ વિસ્તારમાં દઇ તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...
એવામાં જ એક ચૂંટણી યાત્રામાં ભાજપના કેટલાક મોટા નેતા અને નેત્રિયા પણ સામેલ થઇ હતી. તેમાંથી એક મહિલા નેતા શાઇના એનસીએ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર પર નિશાન સાધતા લોકોને એ વાતની અપિલ કરી કે તમારો મત એવા કેન્ડિકેટને આપો જે પરીક્ષણ થયેલ છે અને સંસદમાં તેનો ટ્રૅક રેકોર્ડ સારો છે. તેના બદલે એવી ગ્લેમર્સ ડોલ્સની સાથે ફોટો પડાવવાના ચક્કરમાં તેને વોટ આપી દો જેને પબ્લિક સર્વિસ એટલે કે, જનતાની સેવાનો કોઇ અનુભવ જ ના હોય.
વધુમાં વાંચો: ‘રાહુલ ગાંધી એવું મશીન લાવશે જેમાં પુરૂષ નાખશો તો સ્ત્રી નીકળશે’: નંદકુમાર ચૌહાણ
ઉલ્લેખનીય છે કે, ગોપાલ શેટ્ટીની સાંસદમાં ઉપસ્થિતિ 100 ટકા રહી છે અને આ સાથે જ તેમણે સાંસદમાં તેમના સંસદીય ક્ષેત્રથી જોડાયેલા ઘણા સવાલો પણ પૂછ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે