નાસિક: લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાગેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમાવારે મહારાષ્ટ્રના નાસિકમાં જનસભાનું સંબોધન કર્યું છે. નાસિકમાં જનસભા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ઘણી વખત આતંકવાદનો નાશ કરવાની વાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘આજે દરેક આતંકીને ખબર છે કે, જો દેશના કોઇપણ ભાજપમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો, તો આ મોદી છે, તે તેમને પાતાળથી પણ શોધી સજા આપશે, તેમનો નાશ કરશે.’
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...
પ્રધાનમંત્રી મોદીના સંબોધનની ખાસ વાત..
અમારી સરકારે દેશના વિકાસને બે પાટા પર એક સાથે ચલાવ્યો છે. એક તરફ સામાન્ય માનવીના જીવન સ્તરને ઉપર લાવવાનો અને બીજી તરફ 21મી સદી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘23મી મે જ્યારે ફરી એકવાર મોદી સરકાર આવશે તો મહારાષ્ટ્રના દરેક ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવશે.’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે