Home> India
Advertisement
Prev
Next

નવી નવેલી દુલ્હને પહેલા 10 રૂપિયા માંગ્યા, પછી કર્યો જબરદસ્ત મોટો કાંડ...પોલીસ પણ સ્તબ્ધ

લગ્ન બાદ માતા વિંધ્યવાસિની મંદિરમાં દર્શન કરવા ગયેલા પરિવાર સાથે દુલ્હને એક એવો જબરદસ્ત કાંડ કરી નાખ્યો કે આ વાતની જ્યારે પોલીસ સુધી પહોંચી તો પોલીસ પણ માથું ખંજવાળવા માંડી. બધા ખાણીપીણીમાં બીઝી હતા ત્યારે જ દુલ્હને આ પરાક્રમ કરી નાખ્યું. 

નવી નવેલી દુલ્હને પહેલા 10 રૂપિયા માંગ્યા, પછી કર્યો જબરદસ્ત મોટો કાંડ...પોલીસ પણ સ્તબ્ધ

Shocking News: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લગ્ન બાદ માતા વિંધ્યવાસિની મંદિરમાં દર્શન કરવા આવેલી દુલ્હન રફુચક્કર થઈ ગઈ. સાસરીવાળા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નવી નવેલી દુલ્હને વોશરૂમ જવાની વાત કરી હતી પરંતુ જ્યારે તે ઘણીવાર થવા છતાં પાછી ન આવી તો તેને શોધવાની કવાયત શરૂ કરાઈ. દુલ્હન વરરાજા અને તેના પરિવારને દગો કરીને બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ. આ ઘટના વિશે વરરાજાએ પોતે વિંધ્યાચલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને મદદ માટે ગુહાર લગાવી. 

fallbacks

સાસરીવાળાને ખોટું બોલીને દુલ્હન ભાગી ગઈ
પોલીસે તપાસ શરૂ કરી તો સીસીટીવી ફૂટેજથી ખબર પડી કે દુલ્હન પહેલા તો રસ્તાના એક કિનારે ચાલતી જતી જોવા મળી અને ત્યારબાદ લાલ રંગની બાઈક પર બેઠેલા તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ. મળતી માહિતી મુજબ દુલ્હીન યુપીના આઝમગઢની રહીશ હતી અને તેના વિવાહ જૌનપુરમાં રહેતા એક યુવક સાથે નક્કી થયા. લગ્ન આ જ મહિનાની 10 ફેબ્રુઆરીએ થયા હતા અને સાસરીવાળા બે દિવસ પહેલા 19 ફેબ્રુઆરીએ માતા વિંધ્યવાસિનીના દર્શન માટે ગયા હતા. જ્યાંથી દુલ્હન ભાગી ગઈ. 

આ 2 કપલ દરરોજ બદલે છે પાર્ટનર, એક-બીજાની પત્ની સાથે સૂવાનો Video પણ શેર કર્યો

નોટનો અડધો ટુકડો હશે તો પણ મળશે પૈસા! જાણો RBI નો નિયમ અને કેવી રીતે બદલાવવી નોટ

ગુજરાતમાં અચાનક ગરમીનો પારો વધ્યો, હવે આ રાજ્યોમાં વરસાદની આગાહી

દુલ્હને માંગ્યા હતા 10 રૂપિયા
ઘટના વિશે વાત કરીએ તો મળતી માહિતી મુજબ મંદિરે દર્શન કર્યા બાદ પરિવારના લોકો ખાણીપીણીમાં બીઝી હતા અને અચાનક ત્યારે જ દુલ્હને પતિ પાસે 10 રૂપિયા માંગ્યા અને વોશરૂમ તરફ ગઈ. ત્યારબાદ તે એકલી જ મંદિર પરિસરમાંથી બહાર આવી ગઈ. બહુ વાર થઈ છતાં દુલ્હન ન આવી તો સાસરિયાઓએ દુલ્હનને શોધવાનું શરૂ કર્યું. પરિવારમાં આ ઘટનાથી હડકંપ મચી ગયો. બધા દુલ્હનને શોધવા લાગ્યા. પોલીસ સુધી મામલો પહોંચ્યો અને તપાસમાં જાણવા મળ્યું કે દુલ્હન કોઈ અન્ય યુવક સાથે બાઈક પર બેસીને ભાગી ગઈ હતી. પોલીસને આ અંગે કોઈ લેખિત ફરિયાદ તો મળી નથી. પોલીસના જણાવ્યાં મુજબ જો ફરિયાદ દાખલ થશે તો આગળ કાર્યવાહી  કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More