Home> India
Advertisement
Prev
Next

Supreme Court: ભારતમાં કોઈ ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતાના આધારે મત આપતા નથી, SC ની મહત્વની ટિપ્પણી

જસ્ટિસ કે એમ જોસેફ અને બીવી નાગરત્નાની પેનલે કહ્યું કે મોટાભાગના મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરતા પહેલા ઉમેદવારોના શૈક્ષણિક બેકગ્રાઉન્ડને જોતા નથી. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ નેતા અનુગ્રહ નારાયણ સિંહ દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ હતી અને ત્યારે આ ટિપ્પણી કરવામાં આવી.

Supreme Court: ભારતમાં કોઈ ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતાના આધારે મત આપતા નથી, SC ની મહત્વની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસ મામલે સુનાવણી કરતા મહત્વની ટિપ્પણી કરી. કોર્ટે 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હર્ષવર્ધન બાજપેયી વિરુદ્ધ અરજી ફગાવતા  કહ્યું કે ભારતમાં કોઈ પણ ઉમેદવારોની શેક્ષણિક યોગ્યતાના આધારે મતદાન કરતા નથી. 

fallbacks

જસ્ટિસ કે એમ જોસેફ અને બીવી નાગરત્નાની પેનલે કહ્યું કે મોટાભાગના મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરતા પહેલા ઉમેદવારોના શૈક્ષણિક બેકગ્રાઉન્ડને જોતા નથી. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ નેતા અનુગ્રહ નારાયણ સિંહ દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ હતી અને ત્યારે આ ટિપ્પણી કરવામાં આવી. અરજીમાં હર્ષ બાજપેયીને ચૂંટણીમાં અમાન્ય જાહેર કરવાની માગણી કરાઈ હતી. એવું કહેવાયું હતું કે તેમણે પોતની યોગ્ય શૈક્ષણિક યોગ્યતા અંગે ખુલાસો કર્યો નહતો. 

નોટનો અડધો ટુકડો હશે તો પણ મળશે પૈસા! જાણો RBI નો નિયમ અને કેવી રીતે બદલાવવી નોટ

ગુજરાતમાં અચાનક ગરમીનો પારો વધ્યો, હવે આ રાજ્યોમાં વરસાદની આગાહી

આ 2 કપલ દરરોજ બદલે છે પાર્ટનર, એક-બીજાની પત્ની સાથે સૂવાનો Video પણ શેર કર્યો

આ અગાઉ આ કેસમાં સુનાવણી કરતા અલાહાબાદ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2022માં સિંહની અરજીને એ આધાર પર  ફગાવી હતી કે બાજપેયીનો કાર્યકાળ પહેલા જ 2022માં સમાપ્ત થઈ ગયો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે જો કે ભ્રષ્ટ આચરણના આરોપ પ્રતિવાદી વિરુદ્ધ લગાવવામાં આવ્યા હતા. પરંતુ તથ્ય એ છે કે ઉપરોક્ત આરોપ ભ્રષ્ટ આચરણના દાયરામાં આવતા નથી, આ સિવાય ભૌતિક તથ્યોઅને બેદાગ દસ્તાવેજો દ્વારા તેનું સમર્થન કરી શકાય નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More