Home> India
Advertisement
Prev
Next

Budget 2020: બજેટમાં સામાન્ય માણસ માટે નાણામંત્રી આ 11 મહત્વની જાહેરાતો કરી શકે છે

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)  આજે સવારે 11 વાગે સંસદમાં બજેટ (Budget 2020) રજુ કરશે. સમગ્ર દેશની નજર આજે નાણામંત્રી પર રહેશે. વેપાર જગતથી લઈને સામાન્ય માણસ બધા તેમના બજેટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. તેમના વહીખાતાથી શું બહાર નીકળી શકે છે તેને લઈને જાત જાતની અટકળો થઈ રહી છે. અમે તમને જણાવી દઈએ કે આ જાહેરાતો આજે નાણામંત્રી કરી શકે છે. 

Budget 2020: બજેટમાં સામાન્ય માણસ માટે નાણામંત્રી આ 11 મહત્વની જાહેરાતો કરી શકે છે

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)  આજે સવારે 11 વાગે સંસદમાં બજેટ (Budget 2020) રજુ કરશે. સમગ્ર દેશની નજર આજે નાણામંત્રી પર રહેશે. વેપાર જગતથી લઈને સામાન્ય માણસ બધા તેમના બજેટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. તેમના વહીખાતાથી શું બહાર નીકળી શકે છે તેને લઈને જાત જાતની અટકળો થઈ રહી છે. અમે તમને જણાવી દઈએ કે આ જાહેરાતો આજે નાણામંત્રી કરી શકે છે. 

fallbacks

બજેટમાં શું શું છે શક્ય?
- બજેટમાં ટેક્સ સ્લેબ કે મર્યાદા વધારીને ટેક્સ છૂટ શક્ય છે.
- ગ્રામીણ ભારત પર ખર્ચ વધારવામાં આવી શકે છે.
- મહિલાઓની સુરક્ષા માટે ફાળવણી વધે.
- સ્વચ્છ પે જળ ઘરે ઘરે પહોંચાડવા માટે વધુ પૈસા અપાઈ શકે.
- સરકાર શિક્ષણ પર ખર્ચ એક લાખ કરોડ કરતા વધુ કરશે.
- મેક ઈન ઈન્ડિયાની જેમ કોઈ નવી યોજના શરૂ થઈ શકે છે. 
- એક્સપોર્ટને વધારવા માટે યોજનાની જાહેરાત થઈ શકે.
- રોજગાર વધારવા માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને રાહત પેકેજ
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકાર ખર્ચ વધારશે, વિશેષ ફંડ બની શકે છે.
- રેલવેમાં સરકાર મોટા રાકાણની જાહેરાત કરી શકે છે.
- ઘરેલુ ઉત્પાદનને વધારવા માટે અનેક પ્રોડક્ટ પર ઈન્પોર્ટ ડ્યૂટી લાગી શકે છે. 

આ વખતનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે અનેક પડકારો લઈને આવ્યું છે. તૂટતા જીડીપી અને બેરોજગારી દેશ માટે સૌથી મોટી ચિંતા છે. 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું સપનું જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ બજેટ પહેલું પગલું સાબિત થઈ શકે છે. 

જુઓ LIVE TV

નિર્મલા સીતારમણ સવારે લગભગ 8.30 વાગે પોતાના નિવાસસ્થાન સફદરજંગ રોડથી નાણા મંત્રાલય નોર્થ બ્લોક માટે રવાના થશે. ત્યાં બજેટની અંતિમ ઔપચારિકતા પૂરી કર્યા બાદ તેઓ લગભગ 9.15 વાગે રાષ્ટ્રપતિ ભવન રવાના થશે. ત્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી મંજૂરી લીધા બાદ તેઓ સીધા સંસદ ભવન જવા માટે રવાના થશે. લગભગ 10 વાગ્યા સુધીમાં તેઓ ત્યાં પહોંચશે અને સંસદમાં કેબિનેટ મીટિંગ લગભગ 10.30થી 10.45 સુધી થશે. કેબિનેટમાંથી બજેટને સંસદમાં રજુ  કરવા માટે અંતિમ મંજૂરી અપાશે અને સવારે 11 વાગે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજુ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More