Home> India
Advertisement
Prev
Next

નાણામંત્રીએ વૃદ્ધ નાગરિકોને આપી મોટી ભેટ, હવે આટલા રૂપિયા સુધી મળશે ટેક્સ ડિડક્શન

Budget 2025: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું. જેમાં આવકવેરા અંગે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી. આ ઉપરાંત વડીલ  નાગરિકો માટે પણ એક ખાસ જાહેરાત કરાઈ. 

નાણામંત્રીએ વૃદ્ધ નાગરિકોને આપી મોટી ભેટ, હવે આટલા રૂપિયા સુધી મળશે ટેક્સ ડિડક્શન

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26નું સામાન્ય બજેટ આજે સંસદમાં રજુ કર્યું. તેમણે મિડલ ક્લાસને મોટી ભેટ આપતા 12 લાખ રૂપિયા આવક તથા 75000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન એમ 1275000 રૂપિયા સુધીની રકમ પર કોઈ કર નહીં એવી મહત્વની જાહેરાત કરી. આ દરમિાયન તેમણે વૃદ્ધોને પણ મોટી રાહત આપતી એક જાહેરાત કરી. 

fallbacks

નાણામંત્રીએ વૃદ્ધોને રાહત આપતા હવે એક લાખ રૂપિયા સુધી ટેક્સ ડિડક્શનની વાત કરી છે, આ અગાઉ મર્યાદા 50,000 રૂપિયા સુધીની હતી. તેમણે કહ્યું કે TDS ની લિમિટમાં ફેરફાર કરાશે. જેથી કરીને તેમાં એકરૂપતા લાવી શકાય. સીનિયર સિટિઝન્સ માટે ટીડીએસમાં છૂટની મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવશે. ભાડાથી થતી આવક પર ટીડીએસમાં છૂટની મર્યાદાને વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવશે. જો કે નોન પાન સંલગ્ન કેસોમાં હાઈ ટીડીએસની જોગવાઈ લાગૂ કરવામાં આવશે. આ સાથે જ અપડેટેડ રિટર્ન દાખલ કરનારાઓની લિમિટ બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવશે. 

12 લાખ નહીં 12,75,000 પર કોઈ ટેક્સ નહીં
નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ પણ ટેક્સ ભરવાની જરૂર નથી. આ ફેરફાર ન્યૂ ટેક્સ રિજિમ હેઠળ કરાયો છે. આ અગાઉ 7 લાખ રૂપિયાની કમાણી ટેક્સ છૂટની મર્યાદા હતી. સ્ટાન્ડર્ડ ડિડક્શનને 75,000 રૂપિયા રાખવામાં આવ્યું છે. એટલે કે જો તમારી આવક 12 લાખ અને 75,000 રૂપિયા હોય તો પણ તમને ઝીરો ટેક્સ લાગશે. કારણ કે 12 લાખની વાર્ષિક આવક મર્યાદા પર તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયાનો પણ લાભ મળશે. આમ જોઈએ તો 12,75,000 રૂપિયા પર હવે કોઈ ટેક્સ ભરવાની જરૂર નહીં પડે. જેનો સીધો અર્થ એ છે કે વાર્ષિક આવક 12 લાખ 75 હજાર રૂપિયા હોય તો પણ તમારે એક પણ રૂપિયો ટેક્સ ભરવાની જરૂર નહીં પડે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More