Home> India
Advertisement
Prev
Next

નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?

Who is Dulari Devi : દુલારી દેવીને બિહારમાં મધુબની કલાના રક્ષણ અને જાળવણી માટેના તેમના કાર્ય માટે 2021 માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મધુબનીના રાંટી ગામની દુલારી દેવીનો જન્મ દલિત જાતિમાં થયો હતો
 

નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?

Union Budget 2025 LIVE updates : યુનિયન બજેટ રજૂ કરતા સમયે બજેટ કરતા સૌથી વધુ ચર્ચા નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડીની થાય છે. કારણ કે, આ દિવસે તેમનો અનોખો અંદાજ જોવા મળે છે. આ ખાસ પ્રસંગે નાણામંત્રી ખાસ પ્રકારની સાડીઓ પહેરતી જોવા મળે છે. ત્યારે આ વખતા બજેટમાં પણ તેમની સફેદ રંગની સાડીને ચર્ચા ચારેકોર થઈ. પરંતું આ સાડી સાથે એક મહિલાનું કનેક્શન પણ સામે આવ્યું. નિર્મલા સીતારમણની સાડી સાથે બિહારની દુલારી દેવી પણ લાઈમલાઈટમાં આવી ગયા છે. ત્યારે આ સાડી સાથે દુલારી દેવીનું શું કનેક્શન છે તે જોઈ લઈએ. 

fallbacks

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા પહોંચ્યા કે તરત જ તેમની સાડી અને બિહારની મહિલા દુલારી દેવી વિશે ચર્ચા શરૂ થઈ ગઈ. ખરેખર, નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવા માટે જે સાડી પહેરી હતી, તે તેમને દુલારી દેવીએ ભેટમાં આપી હતી. નાણામંત્રીએ મિથિલા પેઇન્ટિંગવાળી સાડી પહેરીને ચૂંટણી રાજ્ય બિહારને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. સાડી પર કરવામાં આવેલા મિથિલા પેઇન્ટિંગમાં પાન, મખાના અને માછલીનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ત્રણેય મિથિલા પ્રદેશની ઓળખ છે.

કોણ છે દુલારી દેવી?
દુલારી દેવી બિહારના મધુબની જિલ્લાના રાંટી ગામની રહેવાસી છે. તે મિથિલા પેઇન્ટિંગના પ્રખ્યાત કલાકાર છે. વર્ષ 2021માં દુલારી દેવીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના બે શહેરોમાં પ્રોપર્ટી ભાવ આસમાને પહોંચ્યા, જમીન-ઘર ખરીદવું હોય તો ખરીદી લો

બીજાના ઘરમાં વાસણો ધોવાનું કામ કરતા
દુલારી દેવીનો જન્મ માછીમાર પરિવારમાં થયો હતો. તેઓ વાંચી શક્તા ન હતા. નાની ઉંમરે લગ્ન કર્યા અને બાળકો થયા. પરંતુ તેમના પતિના ટોણાને કારણે તેમણે લગ્નજીવન છોડી દીધું. આ પછી, દુલારી દેવીએ અન્ય લોકોના ઘર સાફ કરીને અને વાસણો સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. દુલારી દેવીએ પ્રખ્યાત મિથિલા પેઇન્ટિંગ આર્ટિસ્ટ કર્પુરી દેવીના ઘરે પણ કામ કર્યું હતું. અહીંથી જ તેમની મિથિલા પેઇન્ટિંગ શીખવાની ઇચ્છા જાગી અને તેમણે મહાસુંદરી દેવી પાસેથી તાલીમ લીધી. ટૂંક સમયમાં જ તે આ કળામાં નિપુણ બની ગયા.

આ બજેટમાં નાણામંત્રીએ બિહાર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ કહ્યું કે બિહારની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ આપવામાં આવશે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવશે. બિહારમાં મિથિલાંચલમાં પશ્ચિમ કોસી કેનાલ એઆરએમ પ્રોજેક્ટ માટે સહાય પૂરી પાડવામાં આવશે. બિહારના લોકોની આવક વધારવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે. IIT પટનાની ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવશે.

બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More