Home> Technology
Advertisement
Prev
Next

flipkart : 70 હજારની કિંમતનો સ્માર્ટફોન માત્ર 10 હજારમાં, જાણો કઇ રીતે?

જો તમે સ્માર્ટફોન લેવા અંગે વિચારી રહ્યા છો અને ખુબ જ મોંઘો ફોન સસ્તામાં ખરીદવા માંગો છો તો આ ઓફર તમારા માટે જ છે

flipkart : 70 હજારની કિંમતનો સ્માર્ટફોન માત્ર 10 હજારમાં, જાણો કઇ રીતે?

નવી દિલ્હી : જો તમે હાલમાં જ સ્માર્ટફોન લેવા અંગે વિચારી રહ્યા છો તો સમાચાર તામારા કામની છે. વાત જાણે એમ છે કે ફ્લિપકાર્ટ પર સુપર વેલ્યૂ વીકની શરૂઆત થઇ શકે છે. આ ઓફર આજે એટલે કે 18 જુનથી ચાલુ થઇને 24 જુન સુધી ચાલુ રહેશે. એવામાં ગ્રાહક આ આખુ અઠવાડીયું સ્માર્ટફોન્સ પર ઘણા પ્રકારની ઓફર્સનો ફાયદો ઉઠાવી શકે છે. આ સેલમાં સૌથી ખાસ ઓફર ગુગલ પિક્સલ-2નાં 128 GB વેરિયન્ટ પર આપવામાં આવી રહી છે. 70 હજાર રૂપિયાની કિંમતના આ સ્માર્ટફોનને ગ્રાહક 10,999 રૂપિયામાં પોતાનો બનાવી શકે છે. 

fallbacks

માત્ર ગુગલ પિક્સલ જ નહી ગ્રાહક Moto X4 (4GB)ને પણ 22,999 રૂપિયાનાં બદલે 6,999 રૂપિયામાં તમારૂ બનાવી શકો છો. જો કે અહીં કંપનીએ કેટલીક શરતો પણ મુકી છે. ગૂગલ પિક્સલ 2નાં 128 જીબી વેરિયન્ટની વાત કરીએ તો તેની કિંમત 70 હજાર રૂપિયા છે. તેના પર 9001 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ  અપાઇ રહ્યું છે. સાથે તેમાં HDFC બેંકનાં કાર્ડ્સ પર કેટલીક શરતો સાથે 8 હજાર રૂપિયાનું ફ્લેટ કેશબેક આપવામાં આવી રહ્યું છે. 

જો તમે 8 મહિનામાં આ ફોનને પાછો ફ્લિપકાર્ટ પર એક્સચેન્જ કરો તો બાયબેક વેલ્યું ઓફરમાં 42 હજાર રૂપિયા પાછા આપવામાં આવશે. આ દ્રષ્ટીએ આ ફોન 10,999 રૂપિયામાં મળશે એટલે કે તમે આ સ્માર્ટફોનને 8 મહિના સુધી માત્ર 10,999 રૂપિયામાં પોતાની પાસે રાખી શકશો. સાથે જ તમને જણાવીએ કે આ પ્રકારની ઓફરનો ફાયદો તમે ગુગલ પિક્સલ 2નાં અન્ય વેરિયેન્ટ્સ અને Pixel 2 XLનાં વેરિયન્ટ પર પણ ઉઠાવી શકો છો. આ પ્રકારની ઘણી મોટી ઓફર્સ પણ વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવી છે. જેને તમે જોઇ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More