Home> India
Advertisement
Prev
Next

બલરામપુરઃ રાપ્તી નદીમાં ફેંકવામાં આવ્યો કોરોના સંક્રમિત વ્યક્તિનો મૃતદેહ, વાયરલ થયો Video

ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિના મોત બાદ તેના મૃતદેહને રાપ્તી નદીમાં ફેંકી દેવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. 

બલરામપુરઃ રાપ્તી નદીમાં ફેંકવામાં આવ્યો કોરોના સંક્રમિત વ્યક્તિનો મૃતદેહ, વાયરલ થયો Video

બલરામપુરઃ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં રાપ્તી નદીમાં કોરોના સંક્રમિત એક વ્યક્તિનો મૃતદેહ ફેંકવાનો વીડિયો વાયરલ થયો છે. ઘટના સામે આવ્યા બાદ નગર કોતવાલીમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી (સીએમઓ) ડો. વિજય બહાદુર સિંહે રવિવારે જણાવ્યુ કે, રાપ્તી નદીમાં ફેકાંયેલો મૃતદેહ સિદ્ધાર્થનગર જિલ્લાના શોહરતગઢના રહેવાસી પ્રેમનાથ મિશ્રનો છે. 

fallbacks

સારવાર દરમિયાન થયું હતું નિધન
ડો. વિજય બહાદુર સિંહે જણાવ્યુ કે, 25 મેએ કોરોના સંક્રમિત થવા પર પ્રેમનાથ મિશ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને 28 મેએ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ હતુ. સીએમઓએ જણાવ્યું કે, કોવિડ પ્રોટોકોલ પ્રમાણે પ્રેમનાથ મિશ્રનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, વાયરલ વીડિયોમાં મૃતદેહને રાપ્તી નદીમાં ફેંકતા જોઈ શકાય છે અને આ સંબંધમાં કોતવાલી નગરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ થઈ રહી છે. 

સિસઈ ઘાટ પુલની ઘટના
વાયરલ વીડિયોમાં બે યુવક એક મૃતદેહને પુલથી રાપ્તી નદીમાં ફેંકતા જોવા મળી રહ્યા છે. મૃતદેહ ફેંકનાર બન્ને યુવકોમાંખી એકે પીપીઈ કિટ રહેરી છે. ઘટના કોતવાલી નગર ક્ષેત્રના રાપ્તી નદી પર બનેલા સિસઈ ઘાટની હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો બાદ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More