નવી દિલ્હીઃ જો તમે કે તમારા બાળકો ધોરણ 10ની તૈયારી કરી રહ્યાં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત પરીક્ષામાં બેસવાની તક મળશે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ પરથી દબાવ ઘટાડવાનો અને તેને સારૂ પ્રદર્શન કરવાની બીજી તક આપવાનો છે.
શું છે નવો નિયમ?
CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે માહિતી આપી છે કે હવે 10મા ધોરણની બોર્ડ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે, પહેલો તબક્કો ફેબ્રુઆરીમાં અને બીજો મેમાં યોજાશે.
આ પણ વાંચોઃ ઊંટ શાકાહારી હોવા છતાં તેને કેમ ખવડાવાય છે જીવતો ઝેરી સાપ? કારણ જાણી હોશ ઉડી જશે
પરંતુ તેમાં એક ખાસ વાત છે કે પ્રથમ પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓએ ફરજીયાત સામેલ થવું પડશે. બીજી પરીક્ષા વૈકલ્પિક હશે. એટલે કે જો કોઈ વિદ્યાર્થી પોતાના પ્રથમ પ્રયાસમાં મળેલા માર્કસથી સંતુષ્ટ નથી તો તે બીજી પરીક્ષામાં બેસી શકે છે.
કેમ લેવામાં આવ્યો નિર્ણય?
CBSE નો આ નિર્ણય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ની ભલામણ અનુસાર લેવામાં આવ્યો છે. તેનો ઈરાદો વિદ્યાર્થીઓને ફ્લેક્સિબલ અને તણાવમુક્ત વાતાવરણ આપવાનો છે, જેથી તે પોતાની ભૂલમાંથી શીખી સુધાર કરી શકે. બોર્ડનું માનવું છે કે એકવારની પરીક્ષાથી કોઈ વિદ્યાર્થીની પ્રતિભાનું મૂલ્યાંકન ન કરી શકાય.
CBSE approves Class 10 board exams twice a year from 2026, confirms Exam Controller Sanyam Bhardwaj. First phase mandatory, second phase optional — best score to be retained: CBSE pic.twitter.com/RMZQDa8Mxf
— ANI (@ANI) June 25, 2025
પ્રથમ તબક્કાની પરીક્ષા બધા વિદ્યાર્થીઓ માટે જરૂરી છે
સંયમ ભારદ્વાજના મતે, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાના પ્રથમ તબક્કામાં હાજર રહેવું જરૂરી છે. જ્યારે, બીજો તબક્કો વૈકલ્પિક છે. જોકે, વિદ્યાર્થીઓ બીજા તબક્કાની પરીક્ષામાં હાજર રહીને તેમના ગુણ વધારી શકે છે. વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષમાં તેમના ગુણ સુધારવાની આ એક સારી તક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે