ઊંટને રણનું વાહન ગણવામાં આવે છે. એક અનોખું અને મજબૂત જાનવર છે. જે રણના બળબળતા તાપ અને ગરમીના વાતાવરણમાં પણ અનેક દિવસો સુધી ખાધા પીધા વગર રહેવાની ક્ષમતા ધરાવે છે. આ ઊંટ એક વખતમાં ઘણું બધું ભોજન ખાઈ શકે છે. આ સાથે જ તે એક સાથે 100-150 લીટર પાણી પણ પી શકે છે તથા 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. ઊંટ વિશે એક અનોખી વાત પણ છે કે તે શાકાહારી જાનવર હોવા છતાં તેને જીવતો ઝેરી સાપ ખવડાવવામાં આવે છે. જાણો તેની પાછળનું કારણ.
દુર્લભ બીમારી
વાત જાણે એમ છે કે ઊંટને એક અજીબ દુર્લભ બીમારી થતી હોય છે. જેના કારણે તે ખાવા પીવાનું છોડી દે છે. આ બીમારીના કારણે ઊંટનું શરીર અકડાવવા લાગે છે. તેનામાં સુસ્તી, સોજા, તાવ, અને એનીમિયાની સમસ્યા થવા લાગે છે. ઊંટમાં થનારી આ બીમારીની સારવાર માટે ઊંટના માલિક દ્વારા તેને જીવતો ઝેરી સાપ ખવડાવવામાં આવે છે. આ માટે ઊંટના માલિક તેનું મોઢુ ખોલે છે અને સીધો જીવતો ઝેરી સાપ તેના મોઢામાં નાખી દે છે. સાપને ઊંટના મોઢામાં નાખતાની સાથે જ તેના મોઢામાં પાણી નાખવામાં આવે છે. જેનાથી સાપ સીધો ઊંટના પેટમાં જતો રહે.
ઝેરથી બીમારીનો ઈલાજ
ઊંટમં થનારી આ દુર્લભ બીમારીને હયામ (Hyam) કહે છે. જેનો અર્થ 'જીવતો સાપ ગળવો' થાય છે. ઊંટના માલિક આ બીમારીથી પીડિત ઊંટની સારવાર માટે ઝેરી સાપ જેમ કે કોબરાને જીવતા ઊંટના મોઢામાં નાખી દે છે. એવું મનાય છે કે ઝેરી સાપનું ઝેર આ બીમારીની સારવાર કરી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે