Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસના નેતાએ રોહિત શર્મા વિશે કરી 'વિવાદિત કમેન્ટ', હંગામો મચ્યો, BJPએ લીધા આડે હાથ

કોંગ્રેસના નેતા શમા મોહમ્મદે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પર એક વિવાદિત ટિપ્પણી કરતા હંગામો મચી ગયો છે. જાણો આખરે શું છે મામલો. 

કોંગ્રેસના નેતાએ રોહિત શર્મા વિશે કરી 'વિવાદિત કમેન્ટ', હંગામો મચ્યો, BJPએ લીધા આડે હાથ

રોહિત શર્માએ રનો અને સદીઓનો વરસાદ કરીને ભારતને અનેક ઐતિહાસિક જીત અપાવી છે. કેપ્ટન તરીકે રોહિત શર્માએ અનેક સફળતાઓ મેળવી છે. રોહિત શર્માએ ભારતને 2024 ટી20 વર્લ્ડ કપ પણ અપાવ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારત 2023 વનડે વર્લ્ડ કપમાં રનર અપ રહ્યું હતું. હાલના સમયમાં રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. હવે તે ખિતાબની પ્રબળ દાવેદાર છે. 

fallbacks

શું કહ્યું કોંગ્રેસ નેતાએ
આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પર એક વિવાદિત ટિપ્પણી કરી નાખતા હંગામો મચી ગયો છે. કોંગ્રેસ નેતાએ રોહિત શર્માની બોડી શેમિંગ કરતા તેને મોટો (જાડો) કહી નાખ્યો છે. ફક્ત એટલું જ નહીં કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે રોહિત શર્માની કેપ્ટન્સીને દેશના ઈતિહાસમાં સૌથી ખરાબ  પણ ગણાવી દીધી. આ સાથે જ તેમણે રોહિતને વજન ઘટાડવાની સલાહ પણ આપી દીધી. શમા મોહ્મદે એક્સ પર પોસ્ટ કરીને લખ્યુ હતું કે 'રોહિત એક ખેલાડી તરીકે મોટો (જાડો) છે. વજન ઘટાડવાની જરૂર છે. અને હા, ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.'

fallbacks

વિવાદ વધતા હંગામો મચ્યો
કોંગ્રેસ નેતા શમા મોહમ્મદની આ કમેન્ટની ભારે ટીકા થઈ રહી છે. વિવાદ વધતા શમા મોહમ્મદે આ પોસ્ટ ડિલીટ કરવી પડી. જો કે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને હવે તેની પોસ્ટનો સ્ક્રીન શોટ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ ભાજપના નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસથી નાતો તોડીને ભાજપમાં જોડાનારા રાધિકા ખેડાએ પોતાની પૂર્વ પાર્ટી પર 'દાયકાઓ સુધી એથલિટોનું અપમાન' કરવાનો આરોપ  લગાવ્યો છે. 

ભાજપે લીધા આડે હાથ
કોંગ્રેસ અને શમા મોહમ્મદ પર આકરા પ્રહારો કરતા રાધિકા ખેડાએ એક્સ પર લખ્યું કે આ એ જ કોંગ્રેસ છે જેણે દાયકાઓ સુધી એથલિટોનું અપમાન કર્યું. તેમને માન્યતા આપવાની ના પાડી અને હવે એક ક્રિકેટના દિગ્ગજની મજાક ઉડાવવાની હિંમત કરી રહ્યા છે.? ભાઈ-ભત્રીજાવાદ પર જીવતી પાર્ટી એક ચેમ્પિયનને ઉપદેશ આપી રહી છે? રાધિકા ખેડાએ રાહુલ ગાંધીની આકરી ટીકા કરતા કહ્યું કે રોહિત શર્માએ ભારતને વર્લ્ડ કપ (T20)માં જીત અપાવી, પરંતુ કોંગ્રેસ નેતા પોતાની પાર્ટીને કોઈ પણ ઉથલપાથલ વગર સંભાળવા માટે સંઘર્ષ કરતા રહ્યા. 

જયરામ રમેશ ઉપર પણ કટાક્ષ
રાધિકા ખેડાએ જયરામ રમેશ ઉપર પણ કટાક્ષ કર્યો અને તેમને આગ્રહ કર્યો કે તેઓ ભારતને ગૌરવ અપાવનારા ક્રિકેટર પર નિશાન સાધવાની જગ્યાએ કોંગ્રેસ પાર્ટીની ઘટતી પ્રાસંગિકતા, વિશ્વસનીયતા અને ચૂંટણી સ્થિતિ પર ધ્યાન આપે. રાધિકા ખેડાએ કહ્યું કે, કોંગ્રેસે ભારતના ગૌરવ પર સસ્તા પ્રહાર કરતા પહેલા પોતાના ડૂબતા વંશ વિશે ચિંતા કરવી જોઈએ. 

શમા મોહમ્મદની સફાઈ
વિવાદ વધી જતા શમા મોહમ્મદે રોહિત શર્મા પર પોતાની ટિપ્પણીનો બચાવ કરતા કહ્યું કે તેમની ટ્વીટ એથલિટની ફિટનેસ વિશે એક સામાન્ય ટિપ્પણી હતી, બોડી શેમિંગનું ઉદાહરણ નહીં. આલોચકોને જવાબ આપતા તેમણે કહ્યું કે, આ બોડી શેમિંગ નહતું. મારું હંમેશાથી માનવું છે કે ખેલાડીએ ફિટ રહેવું જોઈએ અને મને લાગ્યું કે તેમનું (રોહિત શર્મા) વજન થોડું વધુ છે. આથી મે બસ આ અંગે ટ્વીટ કર્યું. 

પ્રદીપ ભંડારીએ પણ ઘેર્યા
ભાજપ નેતા પ્રદીપ ભંડારીએ પણ કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટી એ સંદેશો આપવાની કોશિશ કરે છે કે જે પણ દેશભક્ત દેશ માટે સારું કરશે, કોંગ્રેસ તેનો વિરોધ કરશે. તેમને એ વાતથી સમસ્યા છે કે રોહિત શર્મા અને ભારતીય ટીમના કેપ્ટને દેશ માટે સારું કર્યું અને ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ પણ કોંગ્રેસ પાર્ટીની દેશભક્તિ પર સવાલ ઉઠાવે છે. હવે તે ભારતના લોકો સમક્ષ પૂરી રીતે સ્પષ્ટ છે કે જે ભારતનું સમર્થન કરે છે, દેશભક્ત છે જે ભારત માટે સારું કરે છે, તેનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરશે. જે દેશ વિરુદ્ધ બોલશે તેનું સમર્થન કરવામાં આવશે. "

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More