Ind vs NZ : ન્યૂઝીલેન્ડ સામેની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ 10 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીને તેની શાનદાર બોલિંગ માટે 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ મેચમાં વરુણ ચક્રવર્તીને નહીં, પરંતુ ટીમ ઈન્ડિયાના અન્ય એક ખેલાડીને 'મેન ઓફ ધ મેચ' બનવાનો અસલી દાવેદાર હતો. તમને જણાવી દઈએ કે ભારતે રવિવારે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા ગ્રુપ-Aમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની તમામ 3 મેચ જીતીને ટોપ પર છે. હવે ટીમ ઈન્ડિયા 4 માર્ચે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
જ્યારે પાકિસ્તાનમાં ખેલાડીઓ પર થયો આતંકી હુમલો...બસ ડ્રાઈવરની કુશળતાના કારણે બચી ટીમ
આ ખેલાડી 'મેન ઓફ ધ મેચ'નો ખરો દાવેદાર હતો
ન્યુઝીલેન્ડ સામેની મહત્વની મેચમાં વરુણ ચક્રવર્તી નહીં પરંતુ અન્ય એક મજબૂત ખેલાડી 'મેન ઓફ ધ મેચ'નો હકદાર હતો. વરુણ ચક્રવર્તીની તેજસ્વીતા સામે તે ખેલાડીના પ્રદર્શનની ચમક ઝાંખી પડી ગઈ. ટીમ ઈન્ડિયાનો આ મજબૂત ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર છે. શ્રેયસ અય્યરને ખરેખર અન્યાય થયો હતો. ભારતને જીત તરફ દોરી જનાર આ સ્ટાર ખેલાડીને 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો ન હતો. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શ્રેયસ અય્યરે આખી દુનિયાને બતાવ્યું કે શા માટે તેની ગણના ભારતના શ્રેષ્ઠ મેચ વિનર્સમાં થાય છે.
33મી ઓવરના બીજા બોલ પર જાડેજાએ એવું તે શું કર્યું કે ગુસ્સે થયો આ દિગ્ગજ કોમેન્ટેટર
ટીમ ઈન્ડિયાને હારમાંથી ઉગારી
શ્રેયસ અય્યરે બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું, ભારતનો સ્કોર 22/2 હતો ત્યારે તે બેટિંગ કરવા આવ્યો હતો. શ્રેયસ અય્યરે એક છેડે મજબૂતીથી ઉભો હતો. ટોચના ત્રણ બેટ્સમેનોના વહેલા આઉટ થયા બાદ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ભારતની ઇનિંગ સંભાળી હતી. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ચોથી વિકેટ માટે 136 બોલમાં 98 રનની ભાગીદારી કરી અને ભારતને લડાયક સ્કોર સુધી પહોંચાડ્યું. અક્ષર પટેલે 60 બોલમાં 42 રન બનાવ્યા હતા જ્યારે શ્રેયસે છેલ્લી 98 બોલમાં 79 રન બનાવીને ચોથી અડધી સદી ફટકારી હતી.
મેદાન પર બધાની સામે અક્ષર પટેલને પગે પડ્યો વિરાટ કોહલી? Video જોઈને દંગ રહેશો
મેચનો સૌથી મોટો વળાંક
જો શ્રેયસ અય્યરે ખરા સમયે 98 બોલમાં 79 રનની ઈનિંગ ન રમી હોત તો ભારત 200 રનમાં સમેટાવાની શક્યતા હતી. વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ લીધી તો પણ ભારત જીતશે તેની કોઈ ખાતરી નહોતી. તમને જણાવી દઈએ કે પ્રથમ બેટિંગ કરતાં ભારતે શ્રેયસ અય્યર 79 રનની ઇનિંગની મદદથી 9 વિકેટે 249 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડને 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. 44 રને ભારત જીતી ગયું હતું. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યરને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળવો જોઈતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે