Home> India
Advertisement
Prev
Next

VIDEO: દશેરાની ઝાંખી ચાલી રહી હતી, પૂર ઝડપે આવી રહેલી કારે 20 લોકોને કચડી નાખ્યા

છત્તીસગઢમાં એક મોટી ઘટના સામે આવી છે. પૂર ઝડપે આવી રહેલી એસયુવીએ દશેરાની ઝાંખીમાં સામેલ 20 લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા.

VIDEO: દશેરાની ઝાંખી ચાલી રહી હતી, પૂર ઝડપે આવી રહેલી કારે 20 લોકોને કચડી નાખ્યા

રાયપુરઃ છત્તીસગઢ (Chhattisgarh) માં મોટી ઘટના સામે આવી છે. પૂર ઝડપે આવી રહેલી એસયૂવીએ દશેરાની ઝાંખીમાં સામેલ 20 લોકોને કચડી (Chhattisgarh SUV Crush Incident) દીધા. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે તો અન્ય લોકોને ઈજા પહોંચી છે. 

fallbacks

ગાડીમાં બેઠા હતા બે લોકો
જાણકારી પ્રમાણેજ સપુરમાં પત્થલગામના રાયગઢ રોડ પર આ દુર્ઘટના સર્જાય છે. લોકો દશેરાની ઝાંખીમાં સામેલ થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂર ઝડપે એક કાર આવી હતી. બાદમાં લોકોએ પીછો કરીને ગાડીને ઝડપી લીધી હતી. લોકોએ ગાડીમાં સવાર ડ્રાઇવર સહિત બે લોકોને માર માર્યો અને ગાડીમાં આગ લગાવી દીધી હતી. 

એસયૂવીમાં ભરેલો હતો ગાંજો
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ પહોંચી અને બંને આરોપીઓને ભીડના કબજામાંથી છોડાવીને પોતાના કબજામાં લીધા હતા. એસયૂવીમાં તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. લોકોએ એક ASI પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો, ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ સંયુક્ત કિસાન મોર્ચાએ છેડો ફાડ્યો, કહ્યું- મરનાર અને મારનાર સાથે અમારે કોઈ સંબંધ નથી  

ઘટના બાદ તણાવનો માહોલ
તો ઘટના બાદ જસપુરની બ્લોક મેડિકલ ઓફિસર જેમ્સ મિંજે કહ્યું કે, હોસ્પિટલમાં એક મૃતદેહને લાવવામાં આવ્યો છે, જ્યારે 16-17 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ આ વિસ્તારમાં તણાવનો માહોલ છે. તંત્રએ અહીં સુરક્ષાદળોને તૈનાત કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More