Home> India
Advertisement
Prev
Next

સિંધુ બોર્ડર પર હત્યાઃ સંયુક્ત કિસાન મોર્ચાએ છેડો ફાડ્યો, કહ્યું- મરનાર અને મારનાર સાથે અમારે કોઈ સંબંધ નથી

કિસાન મોર્ચાના નેતા જગજીત સિંહ દલ્લેવાલે શુક્રવારે કહ્યુ કે અમે તે સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે આ ઘટનાના બંને પક્ષો, નિહંગ સમૂહ અને મૃતકનો એસકેએમ સાથે કોઈ સંબંધ નથી.

સિંધુ બોર્ડર પર હત્યાઃ સંયુક્ત કિસાન મોર્ચાએ છેડો ફાડ્યો, કહ્યું- મરનાર અને મારનાર સાથે અમારે કોઈ સંબંધ નથી

નવી દિલ્હીઃ સિંધુ બોર્ડર પર કિસાનોના પ્રદર્શન સ્થળ પાસે એક યુવક લખબીર સિંહની નિર્મમ હત્યા કરી મૃતદેહને બેરિકેડ્સ પર લટકાવવાની ઘટનાની સંયુક્ત કિસાન મોર્ચા (SKM) એ નિંદા કરતા તેને એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે. 

fallbacks

કિસાન મોર્ચાના નેતા જગજીત સિંહ દલ્લેવાલે શુક્રવારે કહ્યુ કે અમે તે સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે આ ઘટનાના બંને પક્ષો, નિહંગ સમૂહ અને મૃતકનો એસકેએમ સાથે કોઈ સંબંધ નથી. મોર્ચો કોઈપણ ધર્મ અને પ્રતીકની નિર્દયતા વિરુદ્ધ છે. કિસાન નેતાએ કહ્યુ કે મોર્ચાને ધાર્મિક મુદ્દો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, આ એક ષડયંત્ર લાગે છે, તેની તપાસ થવી જોઈએ. 

દલ્લેવાલે કહ્યુ કે, જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા તો કેટલાક લોકો કહી રહ્યા હતા કે મૃતક (લખબીર સિંહે) મોત પહેલા સ્વીકાર કર્યો કે, તેમને કોઈએ મોકલ્યો છે અને 30 હજાર રૂપિયા આપ્યા છે. તેના વીડિયોનો પૂરાવો મારી પાસે નથી. સરકારે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. 

જાણવા મળી રહ્યું છે કે મૃતકની ઓળખ પંજાબના તરનતારન જિલ્લાના ચીમા ખુર્દ ગામ નિવાસી લખબીર સિંહ (35 વર્ષ) ના રૂપમાં થઈ છે. લખબીર સિંહ મજૂરી કામ કરતો હતો અને અનુસૂચિત જાતિ સાથે સંબંધ ધરાવતો હતો. 

એડીજીપી (રોહતક) સંદીપ ખિરવારે કહ્યુ કે, લખબીર સિંહની હત્યાના મામલામાં અમે આઈપીસીની કલમ 302/34 હેઠળ એફઆઈઆર નોંધી છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળની તપાસ કરી લીધી છે, મૃતકનું પોસ્ટમોર્ટમ શરૂ થઈ ગયું છે. અમે ઇન્ટેલિજેન્સ ઇનપુટ પણ મેળવી રહ્યાં છીએ અને અમારી પાસે કેટલાક શંકાસ્પદોના નામ છે. જલદી આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણ વાંચો- Jhansi News: ઝાંસીમાં મોટી દુર્ઘટના, ટ્રેક્ટર ટ્રોલી પલટવાથી 4 બાળકો સહિત 11 લોકોના મોત

હાથ કાપીને મોતને ઘાટ ઉતારાયો
પોલીસે મૃતદેહને કબ્જે કર્યો છે તથા સોનીપતની મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. એફએસએલ  (FSL) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 35 વર્ષના યુવકનો જમણો હાથ કાપીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો. યુવકનો મૃતદેહ સંયુક્ત કિસાન મોરચા  (SKM) ના મુખ્ય મંચ પાસે મળી આવ્યો છે. યુવકના શરીર પર ધારદાર હથિયારથી હુમલાના નિશાન મળ્યા છે અને તેનો હાથ કાંડેથી કાપી નાખવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે વધુ જાણકારી આપતા બચી રહી છે. 

આવી હાલતમાં મળી હતી લાશ
સવારે 5 વાગે કુંડલી પોલીસ મથકને આ વાતની જાણકારી મળી અને જણાવાયું કે ખેડૂત આંદોલન સ્થળ પર સ્ટેજ પાસે એક વ્યક્તિને હાથ પગ કાપી લટકાવવામાં આવ્યો છે. ત્યારબાદ ડ્યૂટી પર હજાર પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા અને જોયું તો એક વ્યક્તિ લટકેલો છે અને તેના શરીર પર ફક્ત અંડરવિયર હતો. જો કે હજુ એ વાતનો ખુલાસો નથી થયો કે આ જઘન્ય કૃત્ય કોણે કર્યું. પોલીસે હાલ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. આ સાથે જ સર્ક્યુલેટ થઈ રહેલો વીડિયો પણ તપાસનો વિષય છે. 

આ પણ વાંચોઃ PM મોદીએ 7 નવી રક્ષા કંપનીઓની શરૂઆત કરી, ફાઇટર પ્લેનથી લઈને પિસ્તોલ સુધીની વસ્તુ થશે તૈયાર

ટેન્ટમાં જોવા મળી આતંકી ભિંડરાવાલેની તસવીર
સિંઘુ બોર્ડર પર પ્રદર્શનસ્થળ કે જ્યાં વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ત્યાંનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં આતંકી જનરલ સિંહ ભિંડરાવાલેનો ફોટો પણ જોવા મળી રહ્યો છે. ત્યાં રહેલા ટેન્ટમાં જોવા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More