Home> India
Advertisement
Prev
Next

jammu-Kashmir: અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, સિંધ નદીના જળસ્તરમાં વધારો, NDRF ટીમ ઘટનાસ્થળે

અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કારગિલના વિભિન્ન ક્ષેત્રોમાં બે વાદળ ફાટવાથી એક લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, લગભગ 12 મકાન અને પાકને નુકસાન પહોંચ્યું છે.

jammu-Kashmir: અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, સિંધ નદીના જળસ્તરમાં વધારો, NDRF ટીમ ઘટનાસ્થળે

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદ થઈ રહ્યો છે. બુધવારે અમરનાથમાં અચાનક વાદળ ફાટવાથી સિંધ નદીનું જળસ્તર વધી ગયું છે. આ ઘટના બાદ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગઈ છે. પરંતુ અહીં એનડીઆરએફની બે ટીમ પહેલાથી હાજર છે. અમરનાથ યાત્રા આ વખતે સ્થગિત છે અને જે સ્થળ પર દુર્ઘટના ત્યાં કોઈ યાત્રી હાજર નહતા. આ પહેલા કિશ્તવાડ જિલ્લાના એક સૂદુર ગામમાં સવારે સાડા ચાર કલાકે વાદળ ફાટવાથી સાત લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. આ સાથે અનેક મકાનો, ખેતરમાં રહેલા પાક અને એક લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટને નુકસાન પહોંચ્યું હતું. જમ્મુ-કાશ્મીર તંત્રના અધિકારીઓ સ્થિતિને લઈને એલર્ટ થઈ ગયા છે.

fallbacks

અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કારગિલના વિભિન્ન ક્ષેત્રોમાં બે વાદળ ફાટવાથી એક લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, લગભગ 12 મકાન અને પાકને નુકસાન પહોંચ્યું છે. બીજીતરફ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં ઉદયપુરના તોજિંગ નાલામાં આવેલા પૂરમાં સાત લોકોના મોત થયા, બે લોકો ઈજાગ્રસ્ત થયા અને ત્રણ લાપતા છે. તેમણે કહ્યું કે કૂલ્લુ જિલ્લામાં એક મહિલા, તેના પુત્ર, એક જળવિદ્યુત પરિયોજના અધિકારી અને દિલ્હીના એક પર્યટક સહિત ચાર લોકોના મોતની આશંકા છે. કિશ્તવાડમાં નાલા કિનારે સ્થિત 19 ઘર, 21 ગૌશાળા અને રાશન ડિપો સિવાય એક પુલ પણ વાદળ ફાટવાથી ક્ષતિગ્રસ્ત થયો છે.

પીએમ મોદી અને અમિત શાહે લીધી માહિતી
અધિકારીઓએ જણાવ્યું કે દચ્ચન તાલુકાના હોન્જર ગામમાં વાદળ ફાટવાથી લાપતા 14 લોકોને શોધવા માટે પોલીસ, સેના અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દળ તરફથી સર્ચ અને બચાવ અભિયાન ચાલી કહ્યું છે. કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી થયેલી જાનહાની પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે, તેમને ઘણા લોકોના મોત થવાથી દુખ પહોંચ્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, કેન્દ્ર કિશ્તવાડની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને પોલીસ વડા દિલબાગ સિંહ સાથે વાત કરી અને વાદળ ફાટવાથી ઉભી થયેલી સ્થિતિની માહિતી મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More