Home> India
Advertisement
Prev
Next

Operation Sindoor: હુમલા દરમિયાન જો તમારૂ ઘર ધરાશાયી થાય તો સરકાર સહાય આપે? જાણો નિયમ

ભારત આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે તૈયાર છે. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા મોર્ટાર હુમલો અને ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે જો કોઈ નિર્દોષ લોકોનું ઘર તબાહ થાય તો શું તેને વળતર મળી શકે?

Operation Sindoor: હુમલા દરમિયાન જો તમારૂ ઘર ધરાશાયી થાય તો સરકાર સહાય આપે? જાણો નિયમ

Operation Sindoor Update: પ્રાકૃતિક સુંદરતાથી પર્યટકોને આકર્ષિત કરનાર જમ્મુ-કાશ્મીર આ દિવસોમાં યુદ્ધનું મેદાન બની ગયું છે. ક્યારે શું થશે તે કહેવું મુશ્કેલ છે. ભારતીય સેના સતત પાકિસ્તાનને વળતો જવાબ આપી રહી છે. પાકિસ્તાન દ્વારા એલઓસી નજીક આવેલા ગામોને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને ભારતીય સેના, જમ્મુ-કાશ્મીરના લોકોને સુરક્ષિત રાખવાના દરેક પ્રયાસો કરી રહી છે. સરહદ પારથી થનાર પાક ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે જે આગ ભડકી છે, તે સરળતાથી અટકે તેમ લાગી રહ્યું નથી. જમ્મુ-કાશ્મીરમાં ગમે ત્યારે સાયરન વાગે છે. બીજીતરફ ભારતીય સેના આતંકીઓનો ખાત્મો કરવામાં સતત લાગેલી છે.

fallbacks

Operation Sindoor Live

પહેલગામ હુમલા પછી, ભારતે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે ઓપરેશન સિંધુર શરૂ કર્યું. પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની સાથે આતંકવાદીઓને પણ ખતમ કરવામાં આવી રહ્યા છે. સેના જમ્મુમાં એક ખાસ ઓપરેશન ચલાવી રહી છે. આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં જ સેના ત્યાંના ઘરો પર પણ હુમલો કરે છે. આવી સ્થિતિમાં, ઘણા નાગરિકો તેમના ઘરમાંથી બેઘર થઈ જાય છે. લશ્કરી અને આતંકવાદી હુમલાઓમાં તેમની સંપત્તિ ગુમાવી દેવામાં આવે છે. જો યુદ્ધ દરમિયાન કોઈ નિર્દોષ નાગરિકનું ઘર નાશ પામે છે, તો શું સરકાર તેને વળતર આપે છે? જવાબ અહીં છે.

આ પણ વાંચોઃ શું પાકિસ્તાની હુમલા દરમિયાન લોકોના મોત થાય તો કોઈ વળતર મળે? જાણી લો જવાબ

સરકાર પાસેથી વળતરઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં જો કોઈનું ઘર કે સંપત્તિ તબાહ થાય છે તો સરકાર વળતર આપે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તે માટે એક વિશેષ યોજના છે. જમ્મુ અને કાશ્મીરમાં સીપીએમએફ અને સેનાના અભિયાનો દરમિયાન ક્ષત્રિગ્રસ્ત સ્થિર/ચલ સંપત્તિ માટે કેન્દ્રીય યોજના હેઠળ વળતર આપવામાં આવે છે. સરકાર 10 લાખ રૂપિયાનું વળતર આપે છે. આ યોજના 2010થી લાગૂ છે. ઘરને નુકસાન થવા પર 7 લાખ રૂપિયા આપવામાં આવે છે. સામાન માટે ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર વળતરની રકમ સીધી લાભાર્થીઓને આપે છે. ઓપરેશનના 30 દિવસની અંદર અરજી કરવાની હોય છે.

કોને નથી મળતું વળતર? : જો કોઈ નિર્દોષ વ્યક્તિ પોતાનું ઘર કે અન્ય કોઈ મિલકત ગુમાવે છે, તો સરકાર વળતર આપે છે. પરંતુ જો કોઈ નાગરિક પોતાના ઘરમાં આતંકવાદીઓને છુપાવે છે, તેમને આશ્રય આપે છે, અને સેના તે આતંકવાદીઓને મારવા માટે તે ઘર પર હુમલો કરે છે, તો સરકાર કોઈ વળતર આપતી નથી. તેનાથી વિપરીત, આતંકવાદીઓને આશ્રય આપનારાઓને ગુનેગાર ગણવામાં આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More