Home> LifeStyle
Advertisement
Prev
Next

Morning Tips: સવારની આ 5 આદતો અને પોઝિટિવ વિચારથી કરો દિવસની શરુઆત, શરીર રહેશે નિરોગી

Morning Tips: તણાવપૂર્ણ સ્થિતિમાં પણ રુટીન કામ કરવા પડે છે. આ સ્થિતિમાં પણ દિવસની સારી શરુઆત કરવી હોય તો પોઝિટિવ વિચારો અને આ 5 આદતો અપનાવો. તેનાથી મન શાંત રહેશે અને શરીર સ્વસ્થ રહેશે.
 

Morning Tips: સવારની આ 5 આદતો અને પોઝિટિવ વિચારથી કરો દિવસની શરુઆત, શરીર રહેશે નિરોગી

Morning Tips: જો તમે શરીર અને મનનું સ્વાસ્થ્ય સારું રાખવા માંગો છો તો દિવસની શરૂઆત યોગ્ય રીતે કરવી જરૂરી છે. પાંચ સારી આદતો સાથે કરશો તો આખો દિવસ સારો જશે અને જે પણ કામ કરશો તેમાં ફોકસ પણ કરી શકાશે. સવારે કરેલા કામ આખા દિવસની એનર્જી, માઈન્ડનેસ અને સ્વાસ્થ્ય અને અસર કરે છે તેથી જરૂરી છે કે સવારની શરૂઆત સારી હોય. આજે તમને પાંચ એવી આદતો વિશે જણાવીએ જેને અપનાવશો તો શરીર નિરોગી અને મન સ્વસ્થ રહેશે.. 

fallbacks

આ પણ વાંચો: લીમડાના પાનની પેસ્ટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ફેસ પર, ખીલ, ડાઘની સમસ્યાથી મળશે છુટકારો

હુંફાળુ પાણી પીવું 

સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવું જોઈએ અને સૌથી બેસ્ટ તો એ છે કે તમે હુંફાળું પાણી પીવો. હુંફાળું પાણી પીવાથી ડાઈજેસટીવ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે.. તેનાથી બોડીના ટોક્સિન બહાર કાઢવામાં મદદ મળે છે. સવારે હુંફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે. 

આ પણ વાંચો: Yellow Teeth: પીળા દાંતને સફેદ કરવાનો અચૂક ઉપાય, આ 2 વસ્તુથી કરો દાંતની સફાઈ

મેડિટેશન 

દિવસની શરૂઆતમાં પાંચથી દસ મિનિટ મેડિટેશન કરો અથવા તો ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા કરો. પાંચ મિનિટની આ પ્રક્રિયા મગજને શાંત કરશે અને સ્ટ્રેસ ઘટશે. તમે પ્રાણાયામ, અનુલોમ વિલોમ કે બ્રાહ્મરી પણ કરી શકો છો. તેનાથી મેન્ટલ હેલ્થ સુધરે છે. 

હળવી એક્સરસાઇઝ 

સવારના સમયે વધારે સમય ન હોય તો ફક્ત 15 મિનિટનો સમય કાઢીને વોક કરો, સ્ટ્રેચિંગ કરો અથવા તો સૂર્ય નમસ્કાર કરો. આ એક્સરસાઇઝ થી શરીર એક્ટિવ થાય છે અને બ્લડ ફ્લોર સુધરે છે. 

આ પણ વાંચો: શરીર ઢોલ જેવું થઈ ગયું હોય તો આ સ્ટેપ ફોલો કરવા લાગો, ડાયટિંગ વિના વજન ઘટવા લાગશે

હેલ્ધી નાસ્તો કરો 

સવારે નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે દિવસનું સૌથી મહત્વપૂર્ણ નાસ્તો હોય છે. સવારના નાસ્તામાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો તેનાથી આખો દિવસ કામ કરવાની એનર્જી મળે છે. 

આ પણ વાંચો: Anti Aging Tips: 14 દિવસ ચહેરા પર લગાવો આ વસ્તુ, 100 ની સ્પીડે વધશે સ્કિન કોલેજન

દિવસનું પ્લાનિંગ કરો 

સવારે 5 મિનિટનો સમય કાઢીને આખા દિવસમાં કયા મહત્વપૂર્ણ કામ કરવાના છે તેનું પ્લાનિંગ કરી લો. એક ડાયરીમાં દિવસમાં કરવાના કામ નોંધી લો તેનાથી મગજ ઓર્ગનાઈઝ થઈ જશે અને તમે સ્ટ્રેસથી પણ બચી જશો. થોડા દિવસમાં તમે અનુભવશો કે દિવસ દરમિયાન તમે નક્કી કરેલા કામ ઝડપથી પૂરા કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More