Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણીમાં સજ્જડ હારથી રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ, MLA મીણાના નિવેદનથી ખળભળાટ

રાજસ્થાનમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ દૂર થવાનું નામ જ નથી લેતો. બે જૂથમાં વહેંચાયેલી કોંગ્રેસના એક ધારાસભ્યે હવે ખુલીને નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટનો પક્ષ લીધો છે. તેમનું કહેવું છે કે જો રાજસ્થાનના મુખ્યમંત્રી સચિન પાઈલટ હોત તો લોકસભામાં પરિણામ કઈંક બીજા જ હોત. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 25માંથી એક પણ બેઠક મળી નથી. 

લોકસભા ચૂંટણીમાં સજ્જડ હારથી રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ, MLA મીણાના નિવેદનથી ખળભળાટ

જયપુર: રાજસ્થાનમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ દૂર થવાનું નામ જ નથી લેતો. બે જૂથમાં વહેંચાયેલી કોંગ્રેસના એક ધારાસભ્યે હવે ખુલીને નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટનો પક્ષ લીધો છે. તેમનું કહેવું છે કે જો રાજસ્થાનના મુખ્યમંત્રી સચિન પાઈલટ હોત તો લોકસભામાં પરિણામ કઈંક બીજા જ હોત. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 25માંથી એક પણ બેઠક મળી નથી. 

fallbacks

સપા-બસપા ગઠબંધનના 'બ્રેકઅપ' પર અખિલેશ યાદવે આપ્યું મોટું નિવેદન 

રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસના એક ધારાસભ્યે આજે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સજ્જડ હારની જવાબદારી મુખ્યમંત્રી અશોક ગેહલોતે લેવી જોઈએ. આ સાથે જ ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટને મુખ્યમંત્રી બનાવવાની પણ માગણી કરી છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને રાજ્યમાં તમામ 25 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદથી પાર્ટીમાં જૂથબાજી અને ખેંચતાણ ચાલી રહ્યા છે. 

ઈદના દિવસે પણ કાશ્મીર અશાંત, 'કાશ્મીર બનેગા પાકિસ્તાન' અને આતંકી મસૂદના બેનર જોવા મળ્યાં 

ટોડાભીમ બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય મીણાએ પાર્ટીના પ્રદેશ મુખ્યમથકમાં પત્રકારોને કહ્યું કે, "જ્યારે પાર્ટી સત્તામાં હોય ત્યારે હારની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે અને જો પાર્ટી વિપક્ષમાં હોય તો આ જવાબદારી પાર્ટી અધ્યક્ષની હોય છે."

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે, "સચિન પાઈલટને મુખ્યમંત્રી  બનાવવા જોઈએ. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે." મીણાએ કહ્યું કે આ વાત તેઓ પહેલા પણ કરી ચૂક્યા છે કારણ કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તેમના કારણે જ જીતી. 

મોદી સરકારે સુરક્ષા મુદ્દે સૌથી શક્તિશાળી કમિટીની રચના કરી, શાહ સહિત આ મંત્રીઓ સામેલ 

અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી ગેહલોતે હાલમાં જ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સચિન પાઈલટે ઓછામાં ઓછું જોધપુર બેઠક પર પાર્ટીની હારની જવાબદારી તો લેવી જ જોઈએ કારણ કે તેઓ ત્યાં શાનદાર જીતનો દાવો કરી રહ્યાં હતાં. ત્યારબાદથી ગેહલોત અને પાઈલટના સમર્થનમાં અલગ અલગ નિવેદનો આવી રહ્યાં છે. 

2014ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને રાજસ્થાનમાં માત્ર એક જ બેઠક પર જીત મળી હતી. ગત વર્ષ એટલે કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં જો કે કોંગ્રેસે રાજ્યમાં સત્તામાં વાપસી કરી હતી પરંતુ લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. 

દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More