Congress changed Social Media Profile Pic: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ડીપી ચેન્જ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાનો પ્રોફાઈલ ફોટો બદલ્યો છે. કોંગ્રેસે પોતાના ડીપીમાં તિરંગા સાથે પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુનો ફોટો લગાવ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘર તિરંગા અભિયાન હેઠળ કોંગ્રેસે પ્રોફાઈલ ફોટામાં બદલાવ કર્યો છે. આ સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ તિરંગા સાથે જવાહરલાલ નહેરુનો ફોટો પોતાના ડીપી તરીકે મૂક્યો છે.
કોંગ્રેસે ફોટો શેર કરીને આપ્યો આ મેસેજ
તિરંગા સાથે પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો શેર કરતા કોંગ્રેસે એક ખાસ સંદેશ પણ આપ્યો છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે તિરંગો આપણા દિલમાં છે, લોહી બનીને આપણી નસોમાં છે. 31 ડિસેમ્બર 1929ના રોજ પંડિત નહેરુએ રાવી નદીના તટે તિરંગો લહેરાવતા કહ્યું હતું કે 'હવે તિરંગો ફરકાવી દીધો છે, આ ઝૂકવો જોઈએ નહીં. આવો આપણે બધા દેશની અખંડ એક્તાનો સંદેશ આપનારા આ તિરંગાને આપણી ઓળખ બનાવીએ. જય હિન્દ, #MyTirangaMyPride'
तिरंगा हमारे दिल में है, लहू बनकर हमारी रगों में है। 31 दिसंबर, 1929 को पंडित नेहरू ने रावी नदी के तट पर तिरंगा फहराते हुए कहा था, ‘अब तिरंगा फहरा दिया है, ये झुकना नहीं चाहिए'
आइए हम सब देश की अखंड एकता का संदेश देने वाले इस तिरंगे को अपनी पहचान बनाएं।जय हिंद#MyTirangaMyPride pic.twitter.com/NwgIMUHpp4
— Congress (@INCIndia) August 3, 2022
રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પણ શેર કર્યો ફોટો
પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે 'દેશની શાન છે આપણો તિરંગો. દરેક હિન્દુસ્તાનીના દિલમાં છે, આપણો તિરંગો.' પ્રિયંકા ગાંધીએ લખ્યું કે 'વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા.'
देश की शान है, हमारा तिरंगा
हर हिंदुस्तानी के दिल में है, हमारा तिरंगा pic.twitter.com/lhm0MWd3kM— Rahul Gandhi (@RahulGandhi) August 3, 2022
“विजयी विश्व तिरंगा प्यारा,
झंडा ऊँचा रहे हमारा” pic.twitter.com/KiWa7EP5qM— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 3, 2022
પીએમ મોદીએ તિરંગો લગાવવાની કરી અપીલ
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઈલ ફોટો તરીકે તિરંગો લગાવવાની અપીલ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે 'આઝાદી કા અમૃત મહોત્સવ' જન આંદોલનમાં ફેરવાઈ રહ્યું છે. પીએમ મોદીએ પણ ગઈ કાલે સોશિયલ મીડિયા પર પોતાનું ડીપી ચેન્જ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે