Home> India
Advertisement
Prev
Next

ભૂલથી પણ આ દિવસે અને આ સમયે તોડશો નહી તુલસીના પાન, આ છે જરૂરી નિયમ

તુલસીના છોડની પૂજા સાથે તેને જળ અર્પિત કરતી વખતે પણ ઘણી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ ઘણીવાર લોકો તુલસીના પાંદડાને સમજ્યા વિચાર્યા વિના તોડી લે છે. એવામાં તુલસીના પાન કારણ વિના તોડવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. જ્યોતિશ અનુસાર તુલસીના પાન તોડવા માટે પણ કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે. આવો જાણીએ...

ભૂલથી પણ આ દિવસે અને આ સમયે તોડશો નહી તુલસીના પાન, આ છે જરૂરી નિયમ

Tulsi Plant : હિંદુ ધર્મમાં ઘણા બધા છોડ પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. તેમાં તુલસીના છોડ પણ સામેલ છે. કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. નિયમિત રૂપથી નિયમાનુસાર તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ તુલસીના છોડને લઇને કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો આ વાતોને નજરઅંદાજ કરી દેવામાં આવે તો, માતા લક્ષ્મી નારાજ થઇને ઘર છોડીને જતા રહે છે. 

fallbacks

તુલસીના છોડની પૂજા સાથે તેને જળ અર્પિત કરતી વખતે પણ ઘણી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ ઘણીવાર લોકો તુલસીના પાંદડાને સમજ્યા વિચાર્યા વિના તોડી લે છે. એવામાં તુલસીના પાન કારણ વિના તોડવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. જ્યોતિશ અનુસાર તુલસીના પાન તોડવા માટે પણ કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે. આવો જાણીએ...

Solar Storm: પૃથ્વી સાથે આજે ટકરાશે સોલર સ્ટોર્મ, દુનિયાભરમાં બ્લેકઆઉટ સહિત મંડરાઇ રહ્યો છે આ ખતરો

તુલસીના પાન તોડવાનો નિયમ
- શાસ્ત્રો અનુસાર તુલસી એટલી પવિત્ર છે કે ભગવાન વિષ્ણુએ તેને પોતાના માથા પર સ્થાન આપ્યું છે. એટલું જ નહી, ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના પ્રસાદ ગ્રહણ કરતા નથી. માન્યતા છે કે તુલસીના છોડની ક્ષતિ આ બે યોગમાં ભૂલથી પણ તોડવો ન જોઇએ.

- આ ઉપરાંત તુલસીના પાન મંગળવાર, રવિવાર અને શુક્રવારે ભૂલથી પણ ન તોડવા જોઇએ. સાથે જ એકાદશી, અમાવસ્યા અને પૂર્ણિમા તિથિ પર પણ ન તોડવા જોઇએ. 

નસીબ આડે પાંદડું...! અબજોપતિ બનેલો મજૂર પળવારમાં કેમ બન્યો કંગાળ

- માન્યતા છે કે તુલસીના છોડને સંક્રાતિના દિવસે, ઘરમાં કોઇના જન્મ વખતે અને તેનું નામકરણ ન થાય ત્યાં સુધી ન તોડવા જોઇએ. આ ઉપરાંત ઘરમાં કોઇનું મૃત્યું થતાં તેરમાના દિવસ સુધી તુલસીના પાન તોડવા ન જોઇએ. 

- કહેવામાં આવે છે કે તુલસીના પાન સ્નાન કર્યા વિના, અશુદ્ધ હાથો વડે તોડવા ન જોઇએ. આ ઉપરાંત ક્યારેય ચાકૂ, કાતર અને નખ વડે તુલસીના પાન ન તોડવા જોઇએ. તુલસીના એક-એક પાનને તોડતાં, તેના આગળના ભાગને તોડવો જોઇએ. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી) 
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More