Home> India
Advertisement
Prev
Next

PM Modi ના માતા માટે રાહુલ ગાંધીએ કર્યું Tweet, કહ્યું- મુશ્કેલ સમયમાં પ્રધાનમંત્રી સાથે છું

PM Modi's Mother: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરેક લોકો પ્રધાનમંત્રીના માતા સાજા થાય તે માટે કામના કરી રહ્યાં છે. 

PM Modi ના માતા માટે રાહુલ ગાંધીએ કર્યું Tweet, કહ્યું- મુશ્કેલ સમયમાં પ્રધાનમંત્રી સાથે છું

નવી દિલ્હીઃ Congress Leader Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન માટે ટ્વીટ કર્યું છે. તેમણે પીએમ મોદીના માતા જલદી સાજા થવાની કામના કરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ, મોદી જી આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. 

fallbacks

યુએન મહેતા હોસ્પિટલમાં હીરાબા દાખલ
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું- એક માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ, અનંત અને અણમોલ હોય છે. મોદી જી, આ કઠિન સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા કરૂ છું કે તમારા માતાજી જલદીથી જલદી સાજા થઈ જાય. રાહુલ ગાંધીના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું- પ્રધાનમંત્રી મોદીના માતા અસ્વસ્થ હોવાના સમાચાર પ્રાપ્ત થયા. આ ઘડીમાં અમે બધા તેમની સાથે છીએ. હું ઈશ્વરને પ્રાર્થના કરૂ છું કે તેઓ જલદી સાજા થાય.

તો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે પણ લખ્યું કે, પ્રધાનમંત્રી જીના પૂજ્ય માતાજીના અસ્વસ્થ હોવાના સમાચાર પ્રાપ્ત થયા. અમે બધા તેમના જલદી સાજા થવાની કામના કરીએ છીએ. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીને બુધવારે તબીયત ખરાબ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં પ્રધાનમંત્રીના માતાની સારવાર ચાલી રહી છે. હીરાબેન મોદી (100) ની તબીયત સ્થિર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ માતા સાથે મુલાકાત કરવા હોસ્પિટલ પહોંચી ગયા છે. 

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન 18 જૂને 100 વર્ષના થયા હતા. તે સમયે પીએમ મોદીએ માતા સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ માતાના 100માં જન્મદિવસ પર તેમને સમર્થિક એક બ્લોગ પણ લખ્યો હતો. 

આ પણ વાંચોઃ પીએમ મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More